આટકોટ
રાણપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૦/૨૦૦૫ ઇ.પી.કો.કલમ ૩૦૨ મુજબના ગુન્હાનો આરોપી મહિપતગીરી ઉર્ફે મહારાજગીરી જીવણગીરી ગોસ્વામી બાવાજી રહે. દેવળીયા તા.રાણપુરવાળો ગુજરાત હાઇકોર્ટના હુકમ અન્વયે તા.૧૭/૦૬/૨૦૧૯ થી તા. ૦૨/૦૭/૨૦૧૯ સુધીના દિન- ૧૪ ના વચગાળાના જામીન મેળવી છુટેલ અને બાદમાં જેલ ખાતે હાજર નહી થઇ ફરાર થયેલ હોય જે મજકુર ઇસમ કુતિયાણા પો.સ્ટે. વિસ્તારના ખાગેશ્રી ગામે શિવના મંદીરમાં રોકાયેલ છે જે હકીકતને આધારે બોટાદ પેરોલ ફર્લો સ્કવોડ તથા એસ.ઓ.જી.નાં હેડ.કોન્સ ભારદ્વાજભાઇ કાળીદાસભાઇ તથા પો.હેડ કોન્સ. ભગીરથભાઇ જાેરૂભાઇ તથા હેડ કોન્?સ ગોવિંદભાઇ કાળુભાઇ તથા હેડ કવાર્ટરના હેડ કોન્સ જયેશભાઇ ધીરૂભાઇ તથા એમ.ટી. શાખાના ડ્રાઈવર દિલાવરભાઈ ની પોલીસ સ્ટાફ ટીમ દ્વારા હકીકતવાળી જગ્યાએ જઇ વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીની તપાસ કરતાં મહિપતગીરી ઉર્ફે મહારાજગીરી જીવણગીરી ગોસ્વામી આવતાં તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારું રાણપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. મજકુર આરોપી સને ૨૦૦૫માં ગુનો બન્યા બાદ દશ વર્ષ સુધી ફરાર રહી સને ૨૦૧૫/૧૬માં ગુનાના કામે પકડાયેલ. કામગીરીમાં જાેડાયેલ ટીમ આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.શાખાનાં પોલીસ ઇન્સ. એચ.આર.ગોસ્વામીની સુચના હેઠળ તથા પેરોલ ફર્લો સ્કવોડ તથા એસ.ઓ.જી.નાં હેડ.કોન્સ ભારદ્વાજભાઇ કાળીદાસભાઇ તથા પો.હેડ કોન્સ. ભગીરથભાઇ જાેરૂભાઇ તથા હેડ કોન્સ ગોવિંદભાઇ કાળુભાઇ તથા હેડ કવાર્ટરના હેડ કોન્સ જયેશભાઇ ધીરૂભાઇ તથા એમ.ટી. શાખાના ડ્રાઈવર દિલાવરભાઈ જાેડાયેલ હતા
