Gujarat

ગુજરાતની પ્રજા માટે લડીશું મરીશું…પ્રદેશ પ્રમુખ.. ખેડૂતો બેરોજગારો યુવાનો શિક્ષણ આરોગ્ય જેવા પ્રશ્નો ઉના ખાતે મળેલ જનચેતના સંમેલનમાં ઉઠ્યા..

જનચેતના સંમેલનમાં તાલાળાના ધારાસભ્ય ભગાભાઇ બારડને વાકું પડતા નેતાઓ દોડતા થયા.
ઊના – ભાજપના ૨૭ વર્ષના શાસન દરમ્યાન મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગાર, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રજાહિતની કામગીરી કરવા તદન નિષ્ફળ જતા આખી સરકાર અને તેના મંત્રીઓની બદલી કરી પ્રજાને છેતરવા ૨૦૨૨ની ચુંટણી લડવા રણનિતી અપનાવે છે. તેની સામે કોંગ્રેસ પ્રજાકિય હિત અને લોકોની સુખાકારી માટે સંઘર્ષની લડાઇ લડવા અને ભાજપના ભ્રષ્ટાચાર અત્યાચાર અને લોકોની સમસ્યાને દબાવી દેવાની નિતીરીતીને ખુલ્લી પાડવા લડશે મરશે અને ખંભા પણ લોહીલોહાણ કરશે. તેવી ટકોર સાથે જનચેતના સંમેલન ઉના ખાતે મળેલ તેમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે હાકલ કરી કોગ્રેસના કાર્યકરોમાં સંકલ્પ લીધો હતો. ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રઘુનાથ શર્માએ પોતાના આ જનચેતના કાર્યક્રમમાં આવતા પોલીસે વિડીયો ઉતારેલ તેની છણાવટ કરતા જણાવેલકે ગુજરાત પોલીસ કોંગ્રેસના નેતાઓ પાછળ રહેવા કરતા ગુજરાતમાં ચલતી ગુંડાગીરી, ડ્રગ્સ માફિયાઓ સામે કાયદો ઉઠાવી જનતાની સુરક્ષા પાછળ રહે અને શાનમાં સમજવાનો પ્રયત્ન કરે ગુજરાત કોંગ્રેસ યુવાનેતા હાર્દિક પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરીયા તેમજ હર્ષદરીબડીયા, અમરીશભાઇ ડેર, સહીતના ધારાસભ્યએ ગુજરાત સરકારની કામગીરી અને ખેડૂત વિરોધી નિતી યુવાનો સાથે થતી છેતરપીંડી નોકરીઓ નામે પેપર ફોડવાની થતી પ્રવૃતિ સામે જનતા અવાજ ઉઠાવે તેમજ આગામી ચુંટણીઓમાં ભાજપને જાકારો આપે તેવી ટકોર કરી પ્રજાના પ્રશ્નો કોંગ્રેસનો દરેક કાર્યકર લડવા જોમજુસ્સા સાથે પ્રજા વચ્ચે રહી કામગીરી કરે તેવી હાકલ કરેલ હતી. ઉના ખાતે આવેલ પટેલ બોડીંગમાં મળેલ વિશાળ કોંગ્રેસ જનચેતના સંમેલનમાં આગામી ચુંટણીમાં કોગ્રેસની નિતી અને આયોજન અંગે જાણકારી આપેલ અને દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારની મતદાર યાદી ચેક કરે તેમાં રહેલા ભાજપના બોગસ મતદારોને શોધી કાઢી કોંગ્રેસનના મતદારોની ઓળખ કરી ઘરે ઘરે કોંગ્રેસની રાજનિતી અંગે અને લોકોની સમસ્યા હલ કરવા માટે સંગઠન મજબુત બનાવવા પણ આહવાન કરાયેલ હતું. આ તકે તાજેતરની પંચાયતની ચુંટણીમાં વિજેતા બનેલા ગ્રામિણ વિસ્તારના સરપંચો સભ્યોને આવકારેલ હતા. અને પ્રદેશનેતાઓનું આભિવાદન કરાયેલ હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુજી શર્મા, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય પુંજાભાઇ વંશ, બાબુભાલ વાજા, ભીખાભાઇ જોષી, ભગાભાઇ બારડ, મોહનભાઇ વાળા,વિમલભાઇ ચુંડાસમા, અમરીશભાઇ ડેર, હર્ષદભાઇ રીબડીયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરીયા, નુસરતભાઇ વંજા, ચંદ્રીકાબેન ચુંડાસમા જીલ્લા કોગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહીલ સહીત કોગ્રેસના જુનાગઢ ગીરસોમનાથનના મુખ્ય અગ્રણી આગેવાનો અને સંગઠનના વિવિધ પાંખનાન પદાધિકારી ઉપસ્થિતી રહેલ વિશાળ સંખ્યામાં આ સંમેલનમાં કોગ્રેસના ગ્રામિણક્ષેત્ર માંથી લોકો ઉમટી પડ્યા હતા.
બોક્ષ્- ભગાભાઇ બારડની નારાજગી સામે આવી…
કોગ્રેસ જનચેતના સંમેલનમાં વક્તાઓની યાદીમાં સીનિયર ધારાસભ્ય ભગાભાઇ બારડને બોલવા જણાવતા પોતાનું નામ લીસ્ટમાં નહી હોવાથી નારાજગી વ્યક્ત કરી અને પોતે આ સંમેલનમાં નહીં બોલવા જણાવતા તેમને મનાવવા ધારાસભ્ય પુંજાભાઇ વંશ, અમરીસડેર સ્ટેજ પર દોડી આવી ભગાભાઇને સમજાવા લાગેલ તેમ છતાં પણ પોતે પ્રવચન કરવા ઉભા થયેલ નહીં. આ બાબતે કોગ્રેસ અધ્યક્ષ જયદીશ ઠાકોર તેમજ અમરીશ ડેર અને ભગાભાઇ બારડએ કોઇ નારાજગી નહીં હોવાનું જણાવેલ હતું…
બોક્ષ્ – વક્તાઓની યાદીમાં મારૂ નામજ નથી મારે શું બોલવું…ભગાભાઇ બારડ
આ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ ઉપસ્થિત હોય અને સ્ટેજ પર તાલાળાના ધારાસભ્ય ભગાભાઇ બારડની નોંધ લેવાતી ન હોય અને અચાનક ભગાભાઇને પ્રવચન માટે બોલાવવામાં આવતા એ વખતે તેમણે વક્તાઓની યાદીમાં પોતાનું નામ ન હોય તે કાગળ જાહેરમાં બતાવી પોતાની નારાજગી વ્યક્ત કરતા નેતાઓ દોડી ગયા હતા. અને સ્ટેજ પરથી તેમની માફી માંગવામાં આવેલ. તેમજ છતા પણ તેવો પ્રવચન કરવા ઉભા ન જ થયા.

IMG-20211227-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *