Gujarat

ગેસના ભાવમાં ઘરખમ વધારાથી મોરબી સિરામીક ઉદ્યોગને ફટકો

મોરબી
સિરામિક ઉદ્યોગમાં થતા ગેસની ઉપયોગની વાત કરવામાં આવે તો આ ઉદ્યોગમાં દરરોજ ૭૦ લાખ ક્યુબીક ગેસનો વપરાસ કરવામાં આવે. આના કારણે ગુજરાત ગેસ કંપનીને આ ઉદ્યોગથી ગુજરાતમાં સૌથી વધારે ફાયદો થાય છે. જ્યારે પણ કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવે તો તેનો ર્નિણય રાતોરાત જ લેવામાં આવે છે. પહેલા ગેસનો ભાવ ૩૭.૩૬ હતો અને હવે નવો ભાવ ૪૭.૫૧ રૂપિયા થયો છે. આ ભાવ વધારાના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને દર મહીને ૨૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે. મહત્ત્વની વાત છે કે હાલ ડોમેસ્ટિક બજારોમાં પણ ટાઈલ્સની ખપત છે. બીજી તરફ કોલસા અને વીજળીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. મંદીના સમય બાદ સિરામિક ઉદ્યોગે વિદેશથી કરોડો રૂપિયાના માલના ઓર્ડર મેળવ્યા બાદ ગેસનો ભાવ વધતા ઓર્ડરમાં નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે. છેલ્લા ૩ મહિનામાં ગેસના ભાવ ૨૦ રૂપિયા વધ્યા છે.ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીઓ અલગ-અલગ વિસ્તારમાં જઈને જન આશિર્વાદ યાત્રા થકી લોકોનો અભાર માની રહ્યા છે. ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સભાના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના જન આશિર્વાદ યાત્રા કરીને લોકોના આશિર્વાદ લીધા હતા. મોરબીમાં મંત્રીની જન આશિર્વાદ યાત્રા બાદ સિરામિક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. આ કહેવાનું કારણ એ છે કે, ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં ૧૦.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક સાથે ૧૦ રૂપિયા ભાવ વધારો થયો હોવાના કારણે સિરામિક ઉદ્યોગમાં ભૂકંપ સર્જાયો છે. ગેસના ભાવમાં વધારો થયો હોવાના કારણે સિરામિક ઉદ્યોગ પર મહીને અંદાજીત ૨૦૦ કરોડ રૂપિયાનું ભારણ વધ્યું હોય તેવું કહી શકાય. દેશમાં કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે જેમ-તેમ નોકરી ધંધા પર લાગ્યા છે તેવામાં મોંઘવારીના કારણે લોકોની કમર તૂટી રહી છે. મોરબીને સિરામિકનું હબ ગણવામાં આવે છે. ત્યારે મંદીના માહોલ વચ્ચે માંડ-માંડ સિરામિક ઉદ્યોગની ડીમાંડમાં વધારો થયો હતો. ત્યારે ગેસમાં થયેલા ભાવ વધારાના કારણે સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે. મહત્ત્વની વાત છે કે, સિરામિક ઉદ્યોગમાં ઓર્ડરનું કામ એડવાન્સમાં લેવામાં આવતું હોય છે. એટલા માટે જે તે સમયે જે ભાવ નક્કી કરવામાં આવ્યો હોય તેટલું જ પેમેન્ટ ઉદ્યોગકારોને મળતું હોય છે. એટલે ઉદ્યોગકારો એક્સપોર્ટના ઓર્ડરમાં ભારે નુકસાનીની શક્યતા સેવો રહ્યા છે. મહત્તવની વાત છે કે, અગાઉ પણ ગેસ કંપની દ્વારા આ પ્રકારે જ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પણ સિરામિક ઉદ્યોગ સાથે સંકડાયેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સિરામિક ઉદ્યોગને ધ્યાનમાં લીધા વગર ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં ૧૦.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પણ ઉદ્યોગકારોની સમસ્યા એ છે કે, તેઓ રજૂઆત કરશે તો પણ ગેસના ભાગ ઘટશે નહીં એટલે તેમની પાસે આ ર્નિણયને સ્વીકારવા સિવાય બીજાે કોઈ રસ્તો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *