Gujarat

તથ્ય જણાશે તો પગલા લેવાશે ઃ ભરત બોઘરા

રાજકોટ
ગુજરાત ભરમાં ભાજપનાં પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે. જેમાં પ્રદેશ પ્રમુખનાં આદેશ અનુસાર કાર્યકરોને રાજકારણનાં પાઠ શીખવવામાં આવે છે. જાેકે આ વર્ગોમાં સૌથી શીસ્તબદ્ધ ગણાતા પક્ષની ફજેતી થાય તેવા કૃત્યો ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસ પહેલા રાજકોટમાં વોર્ડ નં.-૨ અને૧૪નાં યોજાયેલ અભ્યાસ વર્ગોનાં વીડિયો સામે આવ્યા હતા. જેમાં વોર્ડના અભ્યાસ વર્ગમાં કાર્યકરોએ મોડી રાતે ફિલ્મી ગીતો ઉપર ઠૂમકા માર્યા હતા અને માતાજીના ડાકલા પર ધૂણ્યાના વીડિયો વાઇરલ થયા હતા. વીડિયોમાં ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકર પણ નાચતા જાેવા મળ્યા હતા. ભાજપના આ પ્રશિક્ષણ વર્ગમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો સદંતર ઉલાળિયો થયો હતો. કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉત્સાહમાં આવી જઈ ડાન્સ કરતા નજરે પડ્યા હતા. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, અભ્યાસવર્ગમાં રાતે કાર્યકરો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. મિમિક્રી, કરાઓકે અને રાસ, નૃત્ય થતા હોય છે. કંઈ અજુગતું થયાનું જણાતું નથી. છતા આ મામલે તપાસ કરીશું.રાજકોટનાં વોર્ડ નંબર ૨ અને ૧૪માં પ્રશિક્ષણ માટેના વર્ગોનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક ભાજપ કાર્યકરો અને નેતાઓ દ્વારા ઠુમકા લગાવાયા હતા. ‘યે મેરા દિલ પ્યારકા દિવાના’ સહિતનાં વિવિધ ગીતનાં તાલે સ્થાનિક નેતાઓ – કાર્યકરોએ લગાવેલા આ ઠુમકાનાં પડઘા હાઇકમાન્ડ સુધી પહોંચ્યા છે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આ અંગે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. ત્રણ દિવસ પહેલા રાજકોટના વોર્ડ નંબર ૧૪નો અભ્યાસવર્ગ મિલપરા ખાતે આવેલી રાણીંગાવાડીમાં યોજાયો હતો. જેમાં રાત્રે કાર્યકરોએ ભાજપના બેનર નીચે ‘યે મેરા દિલ પ્યાર કા દિવાના’ જેવા ફિલ્મી ગીત અને ડાકલા ઉપર ડાન્સ કર્યો હતો. આ ડાન્સમાં ભાજપના આગેવાનો એકબીજાને આગ્રહ કરી કરીને નાચવા બોલાવતા હતા અને ભારે ધમાલ મચાવી હતી. જાેકે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થતા પ્રદેશ ભાજપ સુધી પડઘા પડ્યા છે. જાે આમાં યોગ્ય તપાસ થશે તો રાજકોટ ભાજપના કાર્યકરોને ઠુમકા લગાવવા મોંઘા પડશે. આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, તથ્ય જણાશે તો પગલા લેવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનાં જણાવ્યા મુજબ સમગ્ર મામલો મીડિયા થકી મારા ધ્યાન પર આવ્યો છે. આ અંગે શહેર ભાજપનાં પ્રમુખ સાથે વાતચીત પણ થઇ છે. સામાન્ય રીતે તો અભ્યાસ વર્ગ પૂર્ણ થયે સાંજના સમયે લોકગીત, લોક સાહિત્યની વાતો થતી હોય છે. પરંતુ ભાજપ કાર્યકરો અને આગેવાનો ફિલ્મી ગીત પર ડાન્સ તેમજ ભૂવા રાસ કરતા હોવાનાં વીડિયો સામે આવ્યા છે. આ વીડિનયો મામલે તથ્ય જણાશે તો પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *