Gujarat

 દિયોદર ખાતે વિશ્ર્વ લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણીનું દબદબાભેર કરવામાં આવેલ સન્માન….  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ.
   તાજેતરમાં દિયોદર ખાતે પધારેલ વિશ્ર્વ લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણી,વરિષ્ઠ ઉપપ્રમુખ ધર્મેશભાઈ હરિયાણી,મંત્રી હરીશભાઈ ઠકકર,પર્યાવરણ સમિતિના ચેરમેન કિરિટભાઈ ભીમાણી,ઉતર ગુજરાત ઝોન પ્રમુખ ભગવાનભાઈ બંધુ,મધ્ય ગુજરાત ઝોન પ્રમુખ અશોકભાઈ ગઢિયા,મંત્રી નીતીનભાઈ નવભારત વિગેરેનું દિયોદર મહાજન વાડી ખાતે ઢબૂકતા ઢોલના નાદે દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.પ્રમુખ  સતીશભાઈ સહિત સૌ વકતાઓએ શિક્ષણ,આરોગ્ય,મહિલા સશકિતકરણ,સંગઠન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
  આ અવસરે દિયોદર મહાજનના પ્રમુખ સોમાલાલ ઠકકર,પૂર્વ પ્રમુખ  પોપટભાઈ અખાણી,જીલ્લા પંચાયત પૂર્વ સદસ્ય તારાબેન ઠકકર,તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નીતીનભાઈ ઠકકર, જલારામ મંદિરના પ્રમુખ મનુભાઈ મોઝરૂ,તાલુકા પંચાયત સદસ્ય ઘનાભાઈ ઠકકર,સમાજ અગ્રણીઓ નરેશભાઈ ડી.ઠકકર, પી.એમ.અખાણી,ભરતભાઈ આવકાર,ચંદુભાઈ,સુરેશભાઈ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોહાણા સમાજના અગ્રણીઓ, મહિલાઓ,કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મહા પરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણી તેમજ સૌ પદાધિકારીઓએ દિયોદર લોહાણા સમાજની સમાજલક્ષી રચનાત્મક પ્રવૃતિઓ વિષે માહિતગાર થઈ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.
Attachments area

IMG-20211201-WA0108.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *