જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે મહેસુલી હદ વિસ્તારમાં આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો(અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાનાઓ દિવસ-૭ માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવા (પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવાના રહેશે) ડો.સૌરભ પારઘી, જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, જામનગર, શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨૨(૧)(ખ) તળે તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડેલ છે.
જામનગર જીલ્લામાં ફરજ બજાવતા તમામ મેજીસ્ટ્રેટશ્રીઓ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર(સરકારી કે અંગત) ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે તેમને અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને તથા રાજ્ય કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન તરીકે પરવાનો ધરાવે છે, બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરશ્રીના હોદાની રૂએ પરવાનો મંજુર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને, માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શિયલ બેંકો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાં આથી મુક્તિ આપવામાં આવે છે. આવા સિક્યુરિટી ગાર્ડએ તેઓ બેંકમાં ફરજ બજાવતા હોવાનુ સબંધિત બેંક મેનેજરનુ પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનુ પોતાની પાસે રાખવાનુ રહેશે, મોટા ઔધોગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ/નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલક/જવાબદાર અધિકારીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો, વિજ કંપનીઓના ઉત્પાદન, પ્રવહન અને તપાસ એકમો દ્વારા કામે રખાયેલ સિક્યુરીટી સ્ટાફના પરવાનાવાળા હથિયારોને તથા ગેસ કંપની અને ઓઇલ કંપનીઓના પમ્પીંગ સ્ટેશન પર સલામતિના હેતુ માટે કામે રખાયેલ સિક્યુરીટી સ્ટાફના પરવાનાવાળા હથિયારોને કંપનીના અધિકારીનુ તે મતલબનુ પ્રમાણપત્ર લાયસન્સદારના ફોટોગ્રાફ સાથેનુ પોતાની પાસે રાખવાનુ રહેશે, તેવી શરતે હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ રહેશે, જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે ખાસ પરવાનગી આપેલ હોય તેઓને આ જાહેરનામુ લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૩૦ તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
