ગીર સોમનાથ જિલ્લાના યુવાઓ- નાગરિકોને મતદારયાદીમા નામ ઉમેરવા- સુધારવાની વધુ એક તક
ગિરગઢડા તા 2
ભરત ગંગદેવ.
ફોટાવાળી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૫-૧૨-૨૦૨૧ સુધી લંબાવવામાં આવ્યો છે. આમ, ગીર સોમનાથ જિલ્લાનાં યુવાઓ- નાગરિકોને મતદારયાદીમાં નામ ઉમેરવા- સુધારવાની વધુ એક તક મળી છે.
ચૂંટણી પંચના નિર્દેશ મુજબ તા.૦૧-૦૧-૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર ગીર સોમનાથ જિલ્લાના યુવક-યુવતીઓ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે. ઉપરાંત મતદાર ઓળખપત્રમાં રહેલી ક્ષતિઓ અને સરનામા પણ સુધારો કરી શકશે. આ માટે તા.૫-૧૨-૨૦૨૧ સુધીમાં નજીકના મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત ઓનલાઈન મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે મોબાઈલ એપ ઉપરાંત www.voterportal.eci.in અથવા www.nsvp.in પર પણ મતદાર યાદીમાં નામ નોંધાવી મતદાર બનવાની સાથે જ વોટર આઈડીમાં જરૂરી સુધારા પણ કરી શકો છો. ઓનલાઇન નામ નોંધાવવા માટે જો આધાર કાર્ડમાં યોગ્ય સરાનામું યોગ્ય હોય તો અન્ય કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. અન્યથા બીજો કોઈ સરનામાંનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. તેમજ હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પરથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકો છો. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશીલ પરમારની યાદીમાં જણાવાયું છે.
