રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા માં આવેલ આજી -3 ડેમમાં ગેરકાયદેસર રીતે બેફામ ખનીજચોરી થઈ રહી છે જેની જાણ તંત્રને પણ ખબર હોવાનુ બહાર આવ્યું છે રોજની ૮ થી ૧૦ લાખની ખનીજ ચોરી કોઈ પણ ભય કે કોઈ પણ બીક વગર થઈ રહી છે પડધરી તાલુકાના હરીપર- ખારી ખાખડાબેલા ગામ ખાતે આજી- ૩ ડેમ માં થતી રેતી ચોરી રેતી ખરેખર આશ્ચર્યજનક છે આ ડેમમાં આશરે ૪૦ જેટલી વિશાળકાય હોળીઓ દ્વારા રોજની હજારો ટન રેતિ ગેરકાયદેસર ડેમમાંથી કાઢીને વેચી મારવામાં આવે છે પ્રાપ્ત વિગતો મુજબ આ વિશાળકાય હોળી અંદાજે ૮૦ ટન રેતી એક સાથે ઉપાડવાની ક્ષમતા ધરાવે છે ખનીજ ચોરી સંદર્ભે તાજેતરના એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તંત્ર એકબીજાને ખો ન આપે માટેના કડક સૂચનો આપવામાં આવ્યા છે અને અધિકારી આમ કરવામાં નિષ્ફળ જાય તો કડક વિભાગીય પગલા લેવાની પણ જોગવાઈ કરવામાં આવી હોવા છતાં આ સમગ્ર આ મામલે તંત્ર અજાણ હોય તેવું વર્તન કરતુ હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે
રિપોર્ટર – નિખીલ ભોજાણી


