Gujarat

વિશ્ર્વની લોહાણા જ્ઞાતિની મધ્યસ્થ સંસ્થા  લોહાણા મહાપરિષદના પ્રમુખ કચ્છ જિલ્લા ની મુલાકાતે

 ગિરગઢડા
   ભરત ગંગદેવ…
     વિશ્વની લોહાણા જ્ઞાતિની  મધ્યસ્થ (માતૃ) સંસ્થા  લોહાણા મહાપરિષદના પ્રમુખ  સતિષભાઈ વિઠ્ઠલાણી કચ્છ જિલ્લા ની એક અઠવાડિયા ની મુલાકાતે તા 24/12/21 ના પધારી રહ્યા છે. તેઓ તા. 24/12/21 સવારના જંગી તા ભચાઉ કચ્છમાં માતૃશ્રી રેવાબેન છગનલાલ પરિવાર હસ્તે કે.સી.ઠકકર દ્વારા નિર્મિત ગામના પ્રવેશદ્વાર “મેકરણ” પ્રવેશદ્વારના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.ત્યાર બાદ બપોરે રાપર તથા ભચાઉ ની મુલાકાત લેશે.તા. 25/12/21ના સવારે ગાંધીધામ મધ્યે નેત્રયજ્ઞમાં ઉપસ્થિત રહી આદિપુર જશે અને બપોર બાદ ગાંધીધામ અને અંજાર ની મુલાકાત લેશે. તા. 27/12/21 ના મુંદ્રા,  માંડવી, માધાપર  અને ભુજ ની મુલાકાત લેશે . તા. 28/12/21 ના નલીયા , હવનખુંડી,  નારાયણ સરોવર,  કોટેશ્વર થઈ દયાપર જશે , બપોર બાદ માતાના મઢ , આશાપુરા મા ના દર્શન કરી નખત્રાણા જશે  . તા 29/12 ના રણ ઓફ કચ્છનું સૌદર્ય માણી,  30/12 ના પરત મુંબઈ જશે.  તેમની સાથે મહાપરિષદના ઈન્ટરનેશનલ લોહાણા મહિલા અધ્યક્ષ રશ્મિબેન તથા યુવા પ્રમુખ ચૈતન્યભાઈ પધારશે.
તેમની મુલાકાત દરમિયાન કચ્છ ઝોન ના પ્રમુખ કે.સી.ઠકકર,  મંત્રી શામજીભાઈ સચદે , રીઝીઅન પ્રમુખો સુરેશભાઈ (મુન્દ્રા) , મુકેશભાઈ (રાપર) , હિતેશભાઈ (ભુજ), અશોકભાઈ (આદિપુર),દીપકભાઈ (દયાપર) અને રીઝીઅન મંત્રીઓ હસમુખભાઈ  (અંજાર),દિનેશભાઈ (ભુજ) , ગિરીશભાઈ (નલીયા) , રમણિકભાઈ (માંડવી) , ધીરુભાઈ (સામખીયાલી) , કચ્છ ઝોન મહિલા પ્રમુખ જીજ્ઞાબહેન, કચ્છ ઝોન યુવા અધ્યક્ષ ભરતભાઈ રૈયા વિ. જોડાશે. કચ્છ જિલ્લાની મુલાકાત સમયે લોહાણા મહાજનના હોદેદારો , કારોબારી સભ્યો , જ્ઞાતિના આગેવાનો સાથે જ્ઞાતિના ઉત્કર્ષ તથા સંગઠન માટે વિચાર વિમર્શ કરશે . મહિલા અને યુવાનો સાથે પણ ખાસ બેઠક યોજવામાં આવશે .
Attachments area

IMG-20211222-WA0437.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *