Gujarat

સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેમનાં પડતર પ્રશ્ર્નો અંગે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાવરકુંડલા શ્રી ભાવેશભાઈ બોરીસાગરને આવેદનપત્ર આપવામાં આવ્યું..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ તારીખ ૨૪-૧૨-૨૦૨૧ ને શુક્રવારના રોજ શ્રી સાવરકુંડલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં આદેશ મુજબ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તેમજ સાતમા પગાર પંચ મુજબનાં અન્ય ભથ્થા તેમજ અન્ય પડતર પ્રશ્નો અંગે ઈ. ચા. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભાવેશભાઈ બોરીસાગરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં શ્રી ક્રિપાલસિંહ જાડેજા પ્રમુખ શ્રી સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ મંત્રી શ્રી અલ્પેશસિંહ જાડેજા મંત્રીશ્રી સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, શ્રી ગુલઝારભાઈ યુ. રાઠોડ ઉપપ્રમુખ શ્રી સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ અન્ય કારોબારી સભ્યો તેમજ પે સેન્ટર આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *