છોટાઉદેપુર માં સેવાકીય ક્ષેત્રે અગ્રસર એવી સંસ્થા ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા હાલ પડી રહેલી કારમી ઠંડી સામે રક્ષણ મળે તેવા ઉમદા હેતુ થી ખુટાલીયા પ્રાથમિક શાળા ના ગરીબ બાળકોને શાલ વિતરણ કરવામાં આવી હતી. નવી શાલ મેળવી નાના ભુલકાઓમે ખુશીની લહેર જોવા મળી હતી. આ પ્રસન્ગે ચારભુજા સેવા ટ્રસ્ટ ના અગ્રણી અશોક અજમેર (સાવરું), મનિષાબેન અજમેરા તેમજ સંજય સોની ઉપસ્થિત રહ્યા હતા કુલ 2000 બાળકોને શાલ વિતરણ કરવાના લક્ષયાંક સાથે ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ ખુટાલીયા પ્રાથમિક શાળા ના 80 થી વધુ વિદ્યાર્થીઓને શાલ વિતરણ કરાયું હતું. શાળા ના પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ દ્વારા ટ્રસ્ટની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


