સુરત
સુરતમાં ભાગ્યલક્ષ્મી જવેલર્સના નામે દુકાન ધરાવી જવેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સોમવારની બપોરે દીકરો ઘરે ભોજન માટે ગયો હતો. હું દુકાન બંધ કરી અંદર આરામ કરી રહ્યો હતો. ત્યારે બે અજાણ્યા ઈસમો તેમની દુકાન પર આવ્યા અને ધમાલ મચાવવા લાગ્યા હતા. બે પૈકી એકના કપડા લોહીથી ખરડાયેલી હાલતમાં હતા. એ યુવક દારૂના નશામાં ચૂર હતો.થોડી વાર મગજ મારી કર્યા બાદ મારી બહેન ખોવાઈ ગઈ છે. તમારા ઝ્રઝ્ર્ફ ચેક કરવા છે. કહી હોબાળો કરવા લાગ્યો હતો. મેં કહ્યું મારો દીકરો આવે પછી આઉ એટલે ગાળો દેવા લાગ્યો હતો. બસ એ જ સમયમાં દીકરો સુરેશ દુકાન પર આવી ગયો હતો. એલફેલ બોલતા યુવકને શાંત રહેવા અને ચાલી જવાનું કહેતા અજાણ્યા ઇસમે દીકરાને ગંદી ગાળો આપતા દીકરાએ લાફો મારી દીધો હતો. બસ એની અદાવત રાખી યુવકે ચપ્પુ કાઢી દીકરા પર હુમલો કરી દીધો હતો. દીકરાની સમય સુચકતાને લઈ બચાવ નહિ કર્યો હોત તો ગળું કપાઈ ગયું હોત તેમ છતાં ગાલની નીચે વાગેલા ઘાને લઈ ૧૨ ટાંકા લેવા પડ્યા હતા. સોમવારની ભર બપોરે થયેલા આ હુમલા બાદ પોલીસ ફરિયાદ કરતા હુમલાખોરે આગળ પણ કોઈ જાેડે ઝઘડો કરી મારા મારી કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલ વરાછા પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું વધુમાં શાંતિભાઈએ જણાવ્યું હતું.સુરતના વરાછામાં આવેલી લક્ષ્મીનગર સોસાયટી નજીક આવેલા એક જવેલર્સની દુકાન પર લોહીથી ખરડાયેલી હાલતમાં નશાખોર આવ્યો હતો. જેણે ધમાલ મચાવી એકને ગાલ નીચે ચપ્પુનો ઘા મારી દેતા ભાગદોડ મચી ગઇ હતી. જેથી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાતા ૧૨ ટાંકા લઈ ડોક્ટરો જીવ બચાવ્યો હતો. હુમલાખોરે ‘મારી બહેન ખોવાઈ ગઇ છે’ કહી તમારા ઝ્રઝ્ર્ફમાં ચેક કરો એમ બોલતા હુમલો કર્યો હતો. જાેકે આખી ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ જતા પોલીસે હુમલાખોરની ઓળખ મેળવી ઝડપી લેવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.
