Gujarat

રાજકોટ ભાવનગર હાઇ-વે કાળીપાટ ચોકડી પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ ભાવનગર હાઇ-વે કાળીપાટ ચોકડી પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ ભાવનગર હાઇ-વે કાળીપાટ ચોકડી પાસે ત્રંબા થી રાજકોટ તરફના રોડ ઉપરથી મારૂતી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) પિયુષભાઇ રાયમલભાઇ હુંબલ ઉ.૨૭ રહે.શીવધારા સોસાયટી શેરીનં.૨ હુડકો ચોકડી રાજકોટ (૨) ભયલુ ભુપતભાઇ જળુ ઉ.૨૫ રહે.વેલનાથપરા શેરીનં.૨ હુડકો ચોકડી રાજકોટ. મારૂતી સ્વીફટ કાર નં.GJ-13-AR-2867 કિ.૫,૦૦,૦૦૦ ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૩૦૦ કિ.૯૩,૪૨૦ મળી કુલ કિ.૫,૯૩,૪૨૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260619-WA0052.jpg