ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કોટનના વાયદામાં રૂ.930નો ઉછાળોઃ કપાસ, રબરમાં સુધારોઃ સીપીઓ, મેન્થા તેલના વાયદા ઢીલાઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 648 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 657 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 19 થી 25 નવેમ્બરના સપ્તાહ દરમિયાન 18,49,709 સોદાઓમાં કુલ રૂ.1,56,831.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 648 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 657 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 9,03,140 સોદાઓમાં કુલ રૂ.53,690.02 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.49,116ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.49,308 અને નીચામાં રૂ.47,253 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,638 ઘટી રૂ.47,421ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.795 ઘટી રૂ.38,643 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.139 ઘટી રૂ.4,798ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.65,850 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.66,248 અને નીચામાં રૂ.62,226 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.2,820 ઘટી રૂ.63,150 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,169 ઘટી રૂ.62,972 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,854 ઘટી રૂ.63,273 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં 1,47,631 સોદાઓમાં રૂ.27,951.46 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.75 વધી રૂ.215 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.15 વધી રૂ.276ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.20.70 વધી રૂ.743.35 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.84.7 વધી રૂ.1,598.10 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.15 ઘટી રૂ.185ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં 4,10,759 સોદાઓમાં કુલ રૂ.33,868.31 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,716ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,913 અને નીચામાં રૂ.5,603 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.15 વધી રૂ.5,837 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.70 વધી રૂ.382.90 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 17,938 સોદાઓમાં રૂ.2,301.57 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,757ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1827 અને નીચામાં રૂ.1757 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.62 વધી રૂ.1,802.50 બંધ થયો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,688ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.20,185 અને નીચામાં રૂ.18,500 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,595 વધી રૂ.19,900ના ભાવે બંધ થયો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,138.80ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1157.30 અને નીચામાં રૂ.1138 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.3.70 ઘટી રૂ.1140.30 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.90 ઘટી રૂ.929 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.930 વધી રૂ.32,440બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,79,056 સોદાઓમાં રૂ.25,552.67 કરોડનાં 53,105.804 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,24,084 સોદાઓમાં કુલ રૂ.28,137.35 કરોડનાં 4,368.362 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.2,606.23 કરોડનાં 1,22,035 ટન, જસતના વાયદાઓમાં રૂ.2,765.77 કરોડનાં 1,00,895 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.13,113.84 કરોડનાં 1,77,295 ટન, નિકલના વાયદાઓમાં રૂ.8,340.20 કરોડનાં 53,295 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,125.42 કરોડનાં 60,620 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,85,689 સોદાઓમાં રૂ.18,225.47 કરોડનાં 3,16,99,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 2,25,070 સોદાઓમાં રૂ.15,642.84 કરોડનાં 41,98,83,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.29 કરોડનાં 32 ટન અને કોટનના વાયદાઓમાં 8,279 સોદાઓમાં રૂ.921.44 કરોડનાં 287000 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,659 સોદાઓમાં રૂ.66.83 કરોડનાં 712.8 ટન, રબરના વાયદાઓમાં 223 સોદાઓમાં રૂ.4.85 કરોડનાં 252 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 7,769 સોદાઓમાં રૂ.1,308.16 કરોડનાં 1,15,340 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,998.979 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 549.540 ટન, એલ્યુમિનિયમમાં 10,885 ટન, જસત વાયદામાં 8,005 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,585 ટન, નિકલ વાયદામાં 3,652.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,515 ટન, ક્રૂડ તેલમાં 4,12,100 બેરલ અને નેચરલ ગેસમાં 54,88,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 108 ટન, કોટનમાં 140075 ગાંસડી, મેન્થા તેલમાં 339.12 ટન, રબરમાં 65 ટન, સીપીઓમાં 89,040 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 23,997 સોદાઓમાં રૂ.2,017.11 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 12,704 સોદાઓમાં રૂ.1,020.13 કરોડનાં 14,204 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 8,189 સોદાઓમાં રૂ.759.81 કરોડનાં 8,981 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,944 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 902 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,722ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,790 અને નીચામાં 14,142ના સ્તરને સ્પર્શી, 648 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 556 પોઈન્ટ ઘટી 14,179ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,539ના સ્તરે ખૂલી, 657 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 534 પોઈન્ટ વધી 17,049ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 3,46,244 સોદાઓમાં રૂ.37,003 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,853.43 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,762.16 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.26,378.51 કરોડનાં કામકાજ થયાં હતાં.
