Maharashtra

અવાર નવાર પ્રિયંકા ચોપરા છેલ્લાં કેટલાંક સમયથી સો.મીડિયામાં તેના ડ્રેસ ના લીધે હંમેશા ચર્ચામાં રહે છે

મુંબઈ
પ્રિયંકાએ થોડાં સમય પહેલાં જ ઇટાલિયન લક્ઝૂરિયસ બ્રાન્ડ બવલગારીનું જન્નાહ કલેક્શન દુબઈમાં લૉન્ચ કર્યું હતું. સો.મીડિયામાં પ્રિયંકાએ લૉન્ચિંગની તસવીરો પણ શૅર કરી હતી, જેમાં તે ઓરેન્જ ડ્રેસની સાથે જન્નાહ કલેક્શનના નેકલેસ તથા ઇયરરિંગ્સમાં જાેવા મળે છે.
૧૮ કેરેડ ગોલ્ડમાં બનેલા આ નેકલેસની ડિઝાઇનમાં ફૂલની પાંચ પાંખડીઓ છે અને તેની વચ્ચે ડાયમંડ છે. ઇયરરિંગની પેટર્ન પણ આ જ રીતની છે. દેસી ગર્લ પ્રિયંકા ચોપરા છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાએ સો.મીડિયામાં પોતાની સરનેમ ‘ચોપરા જાેનસ’ હટાવી દીધી હતી. આ જ કારણે ચર્ચા થવા લાગી હતી કે પ્રિયંકા ડિવોર્સ લેવાની છે. જાેકે, આ માત્ર અફવા હતી અને તેણે પતિના કોમેડી શોના ભાગરુપે આમ કર્યું હતું. હવે પ્રિયંકાની ઓરેન્જ ડ્રેસમાં મોંઘીદાટ જ્વેલરીની તસવીરો વાઇરલ થઈ છે.

priyanka.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *