મુંબઈ,
રાજ્યમાં આજદિન કોરોનાના ૮૧૮૩ દરદીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે રાજ્યમાં ૮૫,૮૭૪ લોકો હોમકવોરન્ટાઇન છે. અને ૧૦૪૩ લોકો સંસ્થાત્મક કવોરન્ટાઇન હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મુંબઇમાં આજે કોરોનાના નવા ૨૧૭ કેસ નોંધાયા હતા. અને ચાર દરદીઓ મૃત્યુ પામ્યા હતા જ્યારે શહેરમાં આજે કોરોનાના ૨૪૭ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા આપી હતી. શહેરમાં કોરોના ૨૨૧૮ દરદીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ઓસરી જવાના આરે છે પણ દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટ મળી આવતાં સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. યુરોપિયન દેશોમાં કોરોનાનો પ્રકોપ વધતાં ચિતાંમાં પડી ગયા છે. જ્યારે ભારતમાં સહિત મહારાષ્ટ્રમાં કોરોના પ્રત્યે એલર્ટ રહેવાનું સરકારે સૂચના આપી છે. એટલે કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વર્તાઇ રહી છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૮૩૨ કેસ નોંધાયા હતા. અને ૩૩ દરદીઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે રાજ્યમાં આજે કોરોના ૮૪૧ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કર્યા હતા. આથી કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૭.૭૦ ટકા થયું છે.


