મુંબઈ
સ્નેહા જૈન સૌપ્રથમ ૨૦૧૬ માં ‘કૃષ્ણદાસી’માં જાેવા મળી હતી. તેણે ‘ક્રાઇમ પેટ્રોલ’ના કેટલાક એપિસોડમાં પણ અભિનય કર્યો હતો અને હવે’ સાથ નિભાના સાથિયા ૨’માં જાેવા મળી રહી છેલોકપ્રિય ટેલિવિઝન શો ‘નિભાના સાથિયા ૨’ માં ગેહના તરીકે જાેવા મળતી અભિનેત્રી સ્નેહા જૈન, ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે સ્નેહાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ શોધવાનું શરૂ કર્યું ત્યારે તેને ખૂબ જ ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો હતો. હવે સ્નેહાએ ભૂતકાળની કેટલીક દુખદ ઘટનાઓને યાદ કરતી વખતે કાસ્ટિંગ કાઉચનો આ ડરામણો અનુભવ શેર કર્યો છે. એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્નેહાએ આ ઘટનાનો ખુલાસો કરતી વખતે આ વિશે વાત કરી છે. ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવાના તેના અનુભવ વિશે પૂછવામાં આવતાં સ્નેહા જૈને જણાવ્યું કે, જ્યાં સુધી કાસ્ટિંગ કાઉચનો સવાલ છે, મને યાદ નથી કે તે કયું વર્ષ હતું. પરંતુ મને લાગે છે કે તે મારા ગ્રેજ્યુએશન સમયની આસપાસ છે. એકવાર જ્યારે મને સાઉથના કાસ્ટિંગ ડિરેક્ટરનો ફોન આવ્યો ત્યારે તેણે મને એક ફિલ્મની ઓફર કરી. સ્નેહા જૈન આગળ કહે છે, ‘આ ફિલ્મ કોલેજ જતા વિદ્યાર્થીઓની વાર્તા હતી. તેમણે મને કહ્યું કે ત્રણ કપલ હશે અને તે બધાની સમાન મહત્વની ભૂમિકા છે. મેં તેમને મારી પ્રોફાઇલ અને તસવીરો મોકલ્યા અને બીજા દિવસે મને તેમનો ફોન આવ્યો કે મારે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને મળવા માટે હૈદરાબાદ જવું પડશે. હું ત્યાં જવા માટે સંમત થઇ. મેં તેમને ફિલ્મની સ્ટોરી, બેનર, નિર્માતા અને નિર્દેશકની માહિતી સહિતની વિગતો આપવા કહ્યું. મેં તેમને કહ્યું કે હું મારી માતા સાથે જઈશ. સ્નેહા આગળ કહે છે, ‘પછી તેમણે મને કહ્યું કે એક શરત છે કે મારે તેની સાથે સમજૂતી કરવી પડશે. હું આશ્ચર્યચકિત થઈ ગઇ હતી. તેમણે મને કહ્યું કે જે દિવસે હું હૈદરાબાદ પહોંચીશ, તે દિવસે મને હોટલની વિગતો આપવામાં આવશે. હું ડિરેક્ટરને મળીશ અને ડીલ પર સાઇન કરીશ. તે મને અડધી રકમ આપશે. તેમણે મને આગળ કહ્યું કે મારે આખો દિવસ નિર્દેશક સાથે વિતાવવો પડશે અને જે કહેશે તે કરવું પડશે. હું ચોંકી ગઇ અને તેને સીધું જ કહ્યું કે આ ખોટું છે અને હું આના જેવા પ્રોજેક્ટનો હિસ્સો બની શકતી નથી. ‘ સ્નેહાના જણાવ્યા અનુસાર, ના પાડ્યા પછી પણ તે વ્યક્તિએ હાર માની ન હતી. સ્નેહાએ આગળ કહ્યું, ‘તેણે મને કહેવાનું શરૂ કર્યું કે આ કોઈ મોટી વાત નથી અને દરેક જણ કરે છે. મેં તેને કહ્યું કે હું પ્રખ્યાત બનવા માંગતી નથી. જાે મને કોઈ પ્રોજેક્ટ જાેઈએ છે, તો હું તેને મારી પ્રતિભાને કારણે ઈચ્છું છું. તેણે એક અઠવાડિયા પછી મને ફરીથી ફોન કર્યો અને મને કહ્યું કે ડીલ હજી ઓપન છે. મેં તેને ગુસ્સામાં કહ્યું અને તેણે મને આ પછી પણ રોકવાનું કહ્યું.