Maharashtra

ક્રૂડ તેલમાં 16,34,600 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.71ની વૃદ્ધિ સોના-ચાંદીના વાયદામાં પ્રત્યાઘાતી સુધારોઃ કપાસમાં નરમાઈઃ કોટન, સીપીઓ, રબર, મેન્થા તેલમાં સાર્વત્રિક વધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 54 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 97 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 98,648 સોદાઓમાં કુલ રૂ.7,321.72 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 54 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 97 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 34,798 સોદાઓમાં કુલ રૂ.2,180.52 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,328 અને નીચામાં રૂ.48,092 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.130 વધી રૂ.48,196ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.432 વધી રૂ.38,868 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.26 વધી રૂ.4,807ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,436 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,690 અને નીચામાં રૂ.62,344 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.348 વધી રૂ.62,649 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.312 વધી રૂ.62,904 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.311 વધી રૂ.62,907 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 5,673 સોદાઓમાં રૂ.1,081.24 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.227.70 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.289ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.767.70 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.9 ઘટી રૂ.1,575 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.191ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 32,530 સોદાઓમાં કુલ રૂ.1,992.70 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,673ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,753 અને નીચામાં રૂ.5,661 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.71 વધી રૂ.5,744 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.10 વધી રૂ.304.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,365 સોદાઓમાં રૂ.148.59 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,838ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1911 અને નીચામાં રૂ.1838 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.50 ઘટી રૂ.1,886.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,222 અને નીચામાં રૂ.16,100 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.143 વધી રૂ.16,182ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,084ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1089 અને નીચામાં રૂ.1084 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7.70 વધી રૂ.1088.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.60 વધી રૂ.988.20 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.400 વધી રૂ.33,370 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,535 સોદાઓમાં રૂ.1,107.93 કરોડનાં 2,301.155 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 27,263 સોદાઓમાં કુલ રૂ.1,072.59 કરોડનાં 171.147 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.60.38 કરોડનાં 2,645 ટન, જસતના વાયદાઓમાં રૂ.118.32 કરોડનાં 4,065 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.625.91 કરોડનાં 8,310 ટન, નિકલના વાયદાઓમાં રૂ.235.93 કરોડનાં 1,516.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.40.70 કરોડનાં 2,170 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,771 સોદાઓમાં રૂ.931.95 કરોડનાં 16,34,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,759 સોદાઓમાં રૂ.1,060.75 કરોડનાં 3,55,22,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.26 કરોડનાં 28 ટન અને કોટનના વાયદાઓમાં 1,095 સોદાઓમાં રૂ.118.35 કરોડનાં 35225 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 123 સોદાઓમાં રૂ.5.06 કરોડનાં 51.12 ટન, રબરના વાયદાઓમાં 20 સોદાઓમાં રૂ.0.36 કરોડનાં 22 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 120 સોદાઓમાં રૂ.24.56 કરોડનાં 2,290 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,904.314 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 572.869 ટન, એલ્યુમિનિયમમાં 17,795 ટન, જસત વાયદામાં 12,515 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,617.500 ટન, નિકલ વાયદામાં 3,198 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,925 ટન, ક્રૂડ તેલમાં 10,52,700 બેરલ અને નેચરલ ગેસમાં 95,21,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 132 ટન, કોટનમાં 175125 ગાંસડી, મેન્થા તેલમાં 345.24 ટન, રબરમાં 73 ટન, સીપીઓમાં 73,300 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 960 સોદાઓમાં રૂ.76.09 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 544 સોદાઓમાં રૂ.40.73 કરોડનાં 574 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 288 સોદાઓમાં રૂ.25.88 કરોડનાં 298 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,444 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,113 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,170ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,214 અને નીચામાં 14,160ના સ્તરને સ્પર્શી, 54 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 51 પોઈન્ટ વધી 14,204ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,320ના સ્તરે ખૂલી, 97 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 19 પોઈન્ટ વધી 17,385ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 23,322 સોદાઓમાં રૂ.1,842.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.85.04 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17.29 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,739.45 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *