Maharashtra

ઈંગ્લેન્ડની ટીમમાં કોવિડ પોઝિટિવ કેસની સંખ્યા વધીને સાત થઈ

મુંબઈ
ઈંગ્લેન્ડનો આ પ્રવાસ અત્યાર સુધી ભૂલી ન શકાય એવો રહ્યો છે. ટીમ એક પણ મેચ જીતી શકી નથી અને તેનાથી પણ વધુ નિરાશાજનક વાત એ છે કે, ઈંગ્લેન્ડ ક્યારેય ઓસ્ટ્રેલિયાને પડકાર આપતું જાેવા મળ્યું નથી. તેના બેટ્‌સમેન સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે અને તેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની બેટિંગ સંપૂર્ણપણે પડી ભાંગી હતી. પ્રથમ દાવમાં ટીમ ૧૮૫ રન જ બનાવી શકી હતી જ્યારે બીજી ઈનિંગમાં તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે ૧૦૦થી પણ આગળ વધી શકી નથી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડને ૬૮ રનમાં હરાવ્યું અને મેચ એક ઇનિંગ અને ૧૪ રને જીતી લીધીઈંગ્લેન્ડની ટીમમાં કોવિડ પોઝિટિવ કેસની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમનો એક પરિવારનો સભ્ય કોવિડથી સંક્રમિત જાેવા મળ્યો છે અને તેથી કોચને આઈસોલેટમાં રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે, તે તેની સાથે નજીકના સંપર્કમાં હતો, જાેકે કોચને કોવિડ હોવાના કોઈ સંકેત નથી. કોચને તેના પરિવાર સાથે ૧૦ દિવસ માટે અલગ રાખવામાં આવશે. તે મેલબોર્નમાં જ રહેશે. ચોથી ટેસ્ટ મેચ ૫ જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ રહી છે. ઈંગ્લેન્ડે જણાવ્યું છે કે, આ મામલો બુધવારે પરિવારના સભ્યો પાસે આવ્યો હતો. ઁઝ્રઇ ટેસ્ટના બાકીના રાઉન્ડ હાથ ધરવામાં આવશે. ઈંગ્લેન્ડની ટીમમાં કોવિડ પોઝિટિવ કેસની કુલ સંખ્યા સાત થઈ ગઈ છે, જેમાંથી ત્રણ સપોર્ટ સ્ટાફમાં છે અને ચાર પરિવારના સભ્યો છે. સોમવારે કરવામાં આવેલા ટેસ્ટમાં આ મામલો સામે આવ્યા છે. જાે કે આ મામલા બાદ સવાલ એ છે કે, શું સિડની ટેસ્ટ યોજવામાં સફળ થશે કારણ કે ઈંગ્લેન્ડની ટીમમાં સતત કેસ સામે આવી રહ્યા છે. સિડનીમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચ માટે ખેલાડીઓ શુક્રવારે રવાના થશે. જાેકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને વિશ્વાસ છે કે સિડની ટેસ્ટ શેડ્યૂલ મુજબ જ યોજાશે. બંને ટીમ શુક્રવારે સવારે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા સિડની જવા રવાના થશે. આખી હોટેલ ટીમો માટે બુક કરવામાં આવી છે જેથી વાયરસ ફેલાવાનું જાેખમ ઘટાડી શકાય. શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ એડિલેડમાં રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *