અમૃતસર
ખેડૂત નેતામાંથી રાજનેતા બનેલા રાજેવાલે કહ્યું હતું કે કૃષિ કાયદા સામે થયેલા આંદોલન બાદ પંજાબની જનતા ઇચ્છતી હતી કે અમે રાજકીય પક્ષની સૃથાપના કરીએ. પંજાબની ડ્રગ્સ, બેરોજગારી, યુવાઓના પલાયણ જેવી મુશ્કેલીઓને દુર કરીશું. આ પહેલા વધુ એક ખેડૂત નેતા અને સંયુક્ત કિસાન મોરચાના સભ્ય ગુરનામસિંહ પણ પોતાનો પક્ષ સૃથાપવાની જાહેરાત કરી ચુક્યા છે. સંયુક્ત કિસાન મોરચાના અન્ય અનેક સંગઠનોએ ચૂંટણીથી દુર રહેવાનો ર્નિણય લીધો. સાથે જ સંયુક્ત કિસાન મોરચાએ જે નવો પક્ષ ખેડૂત સંગઠનોએ રચ્યો છે તેનાથી પોતાને દુર રાખ્યું છે અને કહ્યું છે કે ચૂંટણીમાં સંયુક્ત કિસાન મોરચાનો કોઇ પણ પ્રકારનો ઉપયોગ ન કરવો. જાેકે શરતો સાથે કેટલુક સમર્થન આપવાની ખાતરી જરૂર આપી છે. પંજાબના એક ખેડૂત નેતાએ કહ્યું હતું કે ખેડૂતોનો નવો સંયુક્ત સમાચ મોરચા પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. જાેકે સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે જાે ખેડૂતોના સંગઠન દ્વારા રચેયાલો પક્ષ અન્ય કોઇ રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરશે તો અમે કોઇ પણ પ્રકારનું સમર્થન નહીં આપીએ કે મદદ પણ નહીં કરીએ. બીજી તરફ રાજકીય પક્ષની સૃથાપના કરનારા ખેડૂત સંગઠનોમાંથી મોટા ભાગના આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા સહમત હોવાના અહેવાલો છે. જાેકે એમ થશે તો પંજાબમાં કોંગ્રેસ, અકાળી દળ, આમ આદમી પાર્ટી અને ભાજપ એમ ચાર મોટા સંગઠનો વચ્ચે સામસામે રાજકીય મહાભારત થવાની શક્યતાઓ છે.કૃષિ કાયદાઓના વિરોધમાં શરૂ થયેલા ખેડૂતોના આંદોલન સાથે સંકળાયેલા પંજાબના ૨૨ ખેડૂત સંગઠનોએ હવે પંજાબની વિધાનસભાની ચૂંટણી લડવા માટે એક રાજકીય પક્ષની સૃથાપપના કરી દીધી છે. આ પક્ષને સંયુક્ત સમાજ મોરચા નામ આપવામાં આવ્યું છે અને તે આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની બધી જ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. આ ઉપરાંત દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી સાથે પંજાબમાં ગઠબંધન કરવાની પણ તૈયારી ચાલી રહી હોવાના અહેવાલો છે. જેને પગલે હવે પંજાબમાં નવો વળાંક આવી શકે છે. દિલ્હીની સરહદોએ તેમજ પંજાબમાં કૃષિ કાયદાના વિરોધમાં ૪૦થી વધુ ખેડૂત સંગઠનો સામેલ હતા, જેમાં આ નવો રાજકીય પક્ષ સૃથાપનારા ૨૨ સંગઠનોનો પણ સમાવેશ થાય છે. આ સંગઠનો દ્વારા રચાયેલા નવા સંયુક્ત સમાજ મોરચાની આગેવાની બલબીરસિંહ રાજેવાલને સોપવામાં આવી છે. તેઓને આ પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પક્ષ પંજાબની બધી ૧૧૭ પર ચૂંટણી લડશે તેવી જાહેરાત પક્ષના નેતાઓ દ્વારા ચંડીગઢમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી.