International

ઈઝરાયલમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ કેસ નોંધાયો

ઇઝારાયલ
ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટે જણાવ્યું હતું કે તેઓ વૃદ્ધ નાગરિકો અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકો માટે ચોથા બૂસ્ટર શૉટને મંજૂરી આપવા માટે આરોગ્ય અધિકારીઓની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ઇઝરાયલ આ વર્ષની શરૂઆતમાં તેની વસ્તીને વ્યાપકપણે રસી આપનાર પ્રથમ દેશો પૈકી એક દેશ હતો. ઉનાળાની ઋતુમાં જ દેશમાં લોકોએ બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ કરી દીધું હતું. ૯૩ લાખની વસ્તી ધરાવતા ઈઝરાયલમાં કોવિડ-૧૯ને કારણે ૮૨૦૦થી વધુ લોકોના મોત થયા છે.ઇઝરાયલમાં કોરોનાવાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. ઈઝરાયલના આરોગ્ય અધિકારીઓનું માનવું છે કે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે મૃત્યુનો પહેલો કેસ સામે આવ્યો છે. દેશના દક્ષિણી શહેર બીરશેબાની સોરોકા હોસ્પિટલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થયાના બે અઠવાડિયા પછી સોમવારે ૬૦ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલે કહ્યું કે મૃત્યુ પામનાર વ્યક્તિ પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતો હતો. પરંતુ તેણે વધુ વિગતો આપી ન હતી. ઈઝરાયેલે એર ટ્રાફિક પર મોટાભાગે પ્રતિબંધ મૂક્યો છે. દેશની બહાર જવું અને દેશમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે. આ જ કારણ છે કે ઝડપથી ફેલાતા આ પ્રકારને રોકવા માટે સરકાર તબક્કાવાર પ્રતિબંધ લાગુ કરવાનું વિચારી રહી છે. ઓમિક્રોન વેરિઅન્ટથી બચવા માટે ઈઝરાયલમાં લોકોને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. જાે કે આ પછી પણ ખતરો યથાવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *