International

બ્રિટનમાં ઓમિક્રોનથી ૭૫ હજારના મોતની આશંકા ઃ અભ્યાસમાં દાવો

બ્રિટન
ઓમિક્રોન વેરિઅન્ટ યુરોપમાં ખાસ કરીને યુકે અને ડેનમાર્કમાં ઝડપથી ફેલાયો છે. જાે કે, એવા કોઈ સંકેત નથી કે તે વધુ ગંભીર બીમારી તરફ દોરી શકે છે. અત્યાર સુધીના તમામ ડેટા અનુસાર, ડેલ્ટાની તુલનામાં આ વેરિઅન્ટના લક્ષણો એકદમ હળવા છે. પરંતુ જેમ જેમ તેના કેસ વધી રહ્યા છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. ભારતમાં પણ ઓમિક્રોન ઘણા મોટા શહેરોમાં ફેલાઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૮ કેસ નોંધાયા છે. બ્રિટિશ નિષ્ણાતોના મતે આ વેરિઅન્ટ આવનારા સમયમાં દરેક માટે મોટો પડકાર બનવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા અને યુકેના ડેટા અનુસાર આ વેરિઅન્ટ બાળકોને વધુ શિકાર બનાવી રહ્યું છે. હવે અહીં આવતા બાળકોમાં મધ્યમથી ગંભીર લક્ષણો જાેવા મળી રહ્યા છે. તેમને ઓક્સિજન, સપોર્ટિવ થેરાપી અને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવાની જરૂર પડી રહી છે. તેઓ પહેલા કરતા વધુ બીમાર પડી રહ્યા છે. જ્યારે કોરોનાના અગાઉના તમામ વેરિઅન્ટમાં તેમના બાળકોમાં ખૂબ જ હળવા અથવા કોઈ લક્ષણો જાેવા મળ્યા ન હતા. સાઉથ આફ્રિકાના ડોકટરોના મતે ઓમિક્રોનના લક્ષણો દરેકમાં અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ યુવાનોમાં વધુ થાક, શરીરનો દુઃખાવો અને માથાનો દુઃખાવો તેના લક્ષણો છે. તો બાળકોમાં તાવ, સતત ઉધરસ (એક કલાક સુધી), થાક, માથાનો દુઃખાવો, ગળામાં દુઃખાવો અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ જાેવા મળે છે.કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ આખી દુનિયાને ચિંતિત કરી રહ્યા છે. યુકેમાં તેના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. નવા અભ્યાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા કેટલાક મહિનામાં ઓમિક્રોન વેરિઅન્ટ યુકેમાં સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ જશે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ અચાનક વધારો થઈ શકે છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે. વિશ્વભરના વૈજ્ઞાનિકોને ડર છે કે કોવિડનું આ નવું સ્વરૂપ વિશ્વમાં ફરી એકવાર મહામારીને ખતરનાક બનાવી શકે છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ઓમિક્રોનને વેરિઅન્ટ ઓફ કંસર્નની શ્રેણીમાં મૂક્યો છે. હવે યુકેના વૈજ્ઞાનિકો દ્વારા નવા વેરિઅન્ટ પર એક નવો અભ્યાસ કરાયો છે જેના તારણો ભયાનક છે. અભ્યાસમાં ચેતવણી આપી છે કે જાે વધારાના સલામતીનાં પગલાં લેવામાં નહીં આવે તો આવતા વર્ષે એપ્રિલ સુધીમાં યુકેમાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી ૨૫,૦૦૦ થી ૭૫,૦૦૦ની વચ્ચે મૃત્યુ થઈ શકે છે. આ અભ્યાસ લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને દક્ષિણ આફ્રિકાની સ્ટેલેનબોશ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે. ર્ંદ્બૈષ્ઠિર્હ અન્ય દેશોની સરખામણીએ ેંદ્ભમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં દરરોજ આ વેરિઅન્ટના ૬૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એવી આશંકા છે કે આ કેસ બતાવવા કરતા કયાંય વધારે હોઈ શકે છે. અભ્યાસના મતે સૌથી સારી સ્થિતિમાં જાે આપણે ધારી લઇએ કે ઇમ્યુનથી એમિક્રોનની બચવાની ક્ષમતા નબળી હોય અને બુસ્ટરનો હાઇ ડોઝ પ્રભાવી હોય તો ત્યારબાદ હોસ્પિટલમાં લોકોની દાખલ થવાની ટકાવારી ૬૦ ટકા સુધી પહોંચવાની સંભાવના છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ‘પુરાવા પરથી ખબર પડે છે કે ઈંગ્લેન્ડમાં ર્ંદ્બૈષ્ઠિર્હ મ્.૧.૧.૧.૫૨૯ વેરિઅન્ટને કારણે જીછઇજી-ર્ઝ્રફ૨ ઝડપથી ફેલાશે. જાે કડક પગલાં લેવામાં નહીં આવે તો તેના કેસ આલ્ફા કરતાં વધુ ક્ષમતાથી વધશે. આવો અંદાજાે ઓમિક્રોનની ઝડપથી ફેલાવાની ક્ષમતા અને ઇમ્યુનિટીથી બચવાના લીધે લગાવામાં આવી રહ્યો છે.

Omicron-Virus-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *