Delhi

અમિત શાહે સાંસદો અને હિતધારકો પાસેથી કાયદાઓમાં સુધારો કરવા સૂચનો માંગ્યા

નવીદિલ્હી
ભારત સરકાર દ્વારા ફોજદારી ન્યાય પ્રણાલીમાં નમૂનારૂપ પરિવર્તન લાવવાનો આ પ્રયાસ વાસ્તવમાં જનભાગીદારીની જ એક કવાયત હશે, જે તમામ હિતધારકોની ભાગીદારીથી જ સફળ થઈ શકે છે.ગૃહ પ્રધાને જણાવ્યુ હતુ કે તેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ, (ઝ્રરૈીક ત્નેજંૈષ્ઠી) ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યના મુખ્ય પ્રધાન, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક, બાર કાઉન્સિલ અને કાયદા યુનિવર્સિટીઓને તેમના સૂચનો મોકલવા વિનંતી કરી છે. શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, સંસદ લોકશાહીના ત્રણ મહત્વના સ્તંભોમાંનું એક છે અને કાયદા ઘડતરની પ્રક્રિયામાં સંસદ સભ્યોની મહત્વની ભૂમિકા હોવાથી, ફોજદારી કાયદાઓમાં વ્યાપક સુધારાની આ કવાયતમાં તેમના સૂચનો પણ મહત્વના છે. તેથી ૈંઁઝ્ર, ઝ્રિઁઝ્ર અને ભારતીય પુરાવા અધિનિયમમાં સુધારા અંગે તમારા મૂલ્યવાન સૂચનો વહેલામાં વહેલી તકે મોકલવા વિનંતી છે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય દંડ સંહિતા, ઝ્રિઁઝ્ર અને ભારતીય પુરાવા અધિનિયમમાં સૂચિત સુધારા અંગે સંસદના સભ્યો, ભારતના મુખ્ય ન્યાયાધીશ, ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યના મુખ્ય પ્રધાન, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક, બાર કાઉન્સિલ અને કાયદા યુનિવર્સિટીઓને અને અન્ય હિતધારકો પાસેથી સૂચનો માગ્યા છે. સાંસદો અને અન્ય હિતધારકોને લખેલા પત્રમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ભારતીય લોકશાહીના સાત દાયકાના અનુભવમાં ફોજદારી કાયદાઓ, ખાસ કરીને આઈપીસી ૧૮૬૦, ફોજદારી પ્રક્રિયાની સંહિતા (ઝ્રઇઁઝ્ર) ૧૯૭૩ અને ભારતીય પુરાવાઓની વ્યાપક સમીક્ષાની આવશ્યકતા છે. અધિનિયમ ૧૮૭૨ અને તેને લોકોની સમકાલીન જરૂરિયાતો અને આકાંક્ષાઓ અનુસાર ફેરફાર કરવાની જરૂર જણાય છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના તેના મંત્ર સાથે ભારતના તમામ નાગરિકોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉપરાંત તેણે કહ્યુ કે, આ બંધારણીય અને લોકશાહી આકાંક્ષાઓને આધારે સરકારે ફોજદારી કાયદાના માળખામાં વ્યાપક ફેરફારો કરવાનો ર્નિણય કર્યો છે.

Amit-shah.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *