નવીદિલ્હી
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે ૬ ભારતીય ફિલ્મો પ્રદર્શિત થવાની છે. તેમાં આર. માધવનની ‘રોકેટરી ધ નાંબી ઇફેક્ટ’, નિખિલ મહાજનની ‘ગોદાવરી’, અચલ મિશ્રાની ‘ધુઈન’, શંકર શ્રીકુમારની ‘આલ્ફા બીટા ગામા’, બિસ્વજીત વોરાની ‘બૂમ્બા રાઇડ’, જયરાજની ‘ટ્રી ફુલ ઓફ પેરટ્સ’ સામેલ છે. દીપિકા પાદુકોણને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ટોપ જ્યુરી ડ્યુટી મળી છે. શૌનક સેનની અદ્ભુત ડોક્યુમેન્ટરી ‘ઓલ ધેટ બ્રીથ્સ’ પણ કાન્સના સ્પેશ્યલ સ્ક્રીનિંગ સેક્શનમાં છે. ડોક્યુમેન્ટરીનું પ્રીમિયર આ વર્ષની શરૂઆતમાં સનડાન્સમાં થયું હતું. જી અરવિંદનની ‘થંપૂ’ની સ્ક્રીનિંગ પણ કાન્સમાં થશે. આ એક ક્લાસિક ફિલ્મ છે, જેને કાન્સ સિલેક્ટર્સે છેલ્લા ૧૫ વર્ષમાં બેસ્ટ ફિલ્મ કહી છે. આ ઉપરાંત વર્ષ ૧૯૭૦માં આવેલી સત્યજીત રેની ‘પ્રતિદ્વંદી’ની અન્ય કેટેગરીમાં સ્ક્રીનિંગ કરવામાં આવશે. બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા, પૂજા હેગડે અને તમન્ના ભાટિયાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પહેલી વખત પોતાનો જલવો બતાવ્યો. ઉર્વશીએ સફેદ રંગના વન-શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર વોક કર્યું. તમન્ના બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં જાેવા મળી.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું ૭૫મું વર્ષ ચાલી રહ્યું છે. પેલેસમાં રેડ કાર્પેટ, ક્રોસેટમાં સ્ટાર્સ અને મચ અવેટેડ લુક્સ, બ્યુટીઝ અને ફિલ્મોની લોકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. તેની શરૂઆત થઈ ચૂકી છે અને દુનિયાભરના સેલેબ્સ અને તેમના ફેન્સ-ફોલોઅર્સની નજર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પર છે. આ વર્ષનું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઘણી રીતે ભારત માટે મહત્વપૂર્ણ રહેશે. પહેલી વખત ભારત ‘કન્ટ્રી ઓફ ઓનર’ તરીકે સામેલ થશે. આ જ વર્ષથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કન્ટ્રી ઓફ ઓનરની પરંપરા શરુ થઈ છે. આ સન્માન એ સમયે મળી રહ્યું છે જ્યારે ફ્રાંસ અને ભારત તેના રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ પૂરા કરી રહ્યા છે. આ વખતે અહીં ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જાેવા મળશે. આ વખતે ૭૫મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ, એ.આર. રહેમાન, શેખર કપૂર, પ્રસૂન જાેશી, નવાઝુદ્દીન સિદ્દીકી સહિતની ભારતની ઘણી હસ્તીઓ જાેવા મળવાની છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ રેડ કાર્પેટ પર સાડીમાં પોતાની પહેલી ઝલક દેખાડી ચૂકી છે.


