Delhi

દિલ્હીના રોહિણી વિસ્તારમાં ગટરલાઈનમાં ફસાયેલા ૪ લોકોના મોત

નવીદિલ્હી
રાજધાની દિલ્હીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ હતી.દિલ્હીના રોહિણી સેક્ટર ૧૬માં ગટર લાઇનમાં ૪ લોકો ફસાયા હતા.જાે કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને દ્ગડ્ઢઇહ્લની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.પાંચ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ દ્ગડ્ઢઇહ્લની ટીમે હાલ ગટરમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા છે. મળતી માહિતી મુજબ આ ગટર ખૂબ જ ઊંડી હતી.તેથી લાંબા સમય સુધી તેમાં ફસાયેલા રહેવાના કારણે ચારેય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્રણ કામદારો ગટરમાં પડી ગયા હતા અને તેમને બચાવવાના પ્રયાસમાં એક રિક્ષા ચાલક પણ ગટરમાં ફસાઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે ગટરમાં પડેલા પ્રથમ ત્રણ લોકો ખાનગી કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ છે, જેઓ ઘટના સમયે સ્‌દ્ગન્ લાઇન પર કામ કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક કલાકોથી ગટરની અંદર કોઈ હિલચાલ દેખાતી ન હોવાથી ચારેયના મોત થયા હોવાનું પહેલાથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતુ. સામયપુર બદલી પોલીસ સ્ટેશનને સાંજે લગભગ ૬.૩૦ વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી.ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને દ્ગડ્ઢઇહ્લની ટીમની કલાકોની જહેમત બાદ પણ ચારમાંથી કોઈને પણ જીવિત બહાર કાઢી શકાયા નહીં. પોલીસે જણાવ્યું કે કર્મચારીઓની ઓળખ બચ્ચુ સિંહ, પિન્ટુ અને સૂરજ કુમાર સાહની તરીકે થઈ છે, જ્યારે રિક્ષાચાલકની ઓળખ સદર કોલોની, સેક્ટર-૧૬, રોહિણીના રહેવાસી સતીશ (૩૮) તરીકે થઈ છે. તેણે કહ્યું કે ગટરમાં લોખંડની જાળી છે અને તે સ્‌દ્ગન્ની લાઇનની નીચે છે. આશંકા છે કે ચારેય લોકો ત્યાં અટવાઈ ગયા હશે. વધુમાં તેણે જણાવ્યુ કે,ગટરમાં ઝેરી ગેસના કારણે રક્ષણાત્મક સાધનો સાથે પણ અંદર પ્રવેશવું મુશ્કેલ બન્યું હતુ. આ લોકોને બચાવવા માટે ગટર પહોળી કરવા માટે મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *