દિલ્હી
રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ વીકએન્ડ કર્ફ્યુમાં રાહત આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું હતું કે આજે દિલ્હીમાં ૫ હજારથી ઓછા કેસ આવશે. આ સિવાય રાજ્યમાં કોરોના સંક્રમણનો દર ૧૦ ટકાથી ઓછો રહેશે. કોરોનાને કારણે લગ્ન સમારોહમાં માત્ર ૨૦ લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ડ્ઢડ્ઢસ્છએ લગ્નમાં આવનાર મહેમાનોની સંખ્યામાં છૂટછાટ જાહેર કરી છે. હવે લગ્નમાં વધુમાં વધુ ૨૦૦ મહેમાનો હાજર રહી શકશેદિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ ખત્મ થઈ ગયો છે. આજે યોજાયેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે અને થોડા સમય પછી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે બેઠકમાં દિલ્હીમાં કોરોનાના ઘટતા કેસ બાદ ઓડ-ઇવન રીતે દુકાનો ખોલવાનો ર્નિણય પણ નાબૂદ કરવામાં આવ્યો છે. જાે કે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે. રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. સીએમ અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને રાજ્યમાંથી વીકએન્ડ કર્ફ્યુ હટાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં આ મોટો ર્નિણય લેવામાં આવ્યો છે.
