નવીદિલ્હી
સંક્રમણનો દૈનિક દર ૧૪.૪૩ ટકા અને સાપ્તાહિક દર ૧૪.૯૨ ટકા નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩,૫૫,૮૩,૦૩૯ લોકો કોરોના સંક્રમણથી મુક્ત થયા છે. હાલ વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન પણ વધારવામાં આવ્યુ છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-૧૯ વેક્સિનના ૧,૫૮,૮૮,૪૭,૫૫૪ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા ૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૪૦ લાખને વટાવી ગઈ હતી. સંક્રમણના કુલ કેસ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૬૦ લાખ અને ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્બરના રોજ ૯૦ લાખને વટાવી ગયા હતા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ દેશમાં આ કેસ એક કરોડને પણ વટાવી ગયા હતા. ઉપરાંત તમને જણાવવુ રહ્યુ કે, ગયા વર્ષે ૪ મેના રોજ સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને ૨૩ જૂન ૨૦૨૧ના રોજ આ આંકડો ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી ૭૦ ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, તેનો ડેટા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ના ડેટા સાથે સરખાવવામાં આવી રહ્યો છે.ભારતમાં કોરોનાની રફ્તાર યથાવત જાેવા મળી રહી છે. માત્ર એક દિવસમાં ૨,૮૨,૯૭૦ નવા કેસ નોંધાયા છે, એટલે કે સોમવારની સરખામણીમાં ૪૪,૮૮૯ વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોની સંખ્યા વધીને ૮,૯૬૧ પર પહોંચી ગઈ છે. બુધવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોવિડ-૧૯ના એક્ટિવ કેસની સંખ્યા વધીને હાલ ૧૮,૩૧,૦૦૦ થઈ ગઈ છે, જે કુલ કેસના લગભગ ૫ ટકા છે. છેલ્લા ૨૩૦ દિવસમાં દેશમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની આ સૌથી વધુ સંખ્યા છે.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર માત્ર એક જ દિવસમાં ૪૪૧ લોકોના કોરોનાને કારણે મોત થયુ છે.આ સાથે મૃત્યુઆંક વધીને ૪,૮૭,૨૦૨ પર પહોંચી ગયો છે.જ્યારે દેશમાં દર્દીઓના રિકવરી રેટ ઘટીને ૯૪.૦૯ ટકા થયો છે.


