ન્યુદિલ્હી
સત્તારૂઢ બીજદ ના ધારાસભ્ય અંગદ કન્હાર એ ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા પાસ કરી લીધી છે. ૫૮ વર્ષીય ધારાસભ્યે ૭૨ ટકા માર્ક્સ હાંસલ કર્યા. તે આ વર્ષે કંધમાલ જિલ્લાના પીતામ્બરી ગામની રજંગી હાઇસ્કૂલ માં પરીક્ષા આપવા માટે ગયા હતા. પોતાના પરિણામની સમાચાર મળતા જ કન્હારે એક મંદિરમાં પૂજા-અર્ચના કરી. તેમને જે સ્કૂલમાં પરીક્ષા આપી હતી, તેના શિક્ષકો, તેમના મતદાતાઓ, દોસ્તો અને તેમને અભિનંદન આપ્યા. તે પારિવારિક સમસ્યાઓના કારણે ૧૯૭૮માં પરીક્ષામાં બેસી ન હતા શક્યા. ધારાસભ્યે કહ્યું – હું તે તમામ લોકોનો આભાર માનુ છુ, જેમને મને પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યો. હું પોતાનો અભ્યાસ ચાલુ રાખીશ. તેમને કહ્યું કે, શિક્ષણ ના સંબંધમાં રિટાયરમેન્ટ ઉંમર નક્કી નથી. ઓડિશા ના માધ્યમિક શિક્ષણ બોર્ડે ૬ જુલાઇએ ૧૦મા ધોરણની પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દીધુ હતુ. જેમાં ૯૦.૫૫ ટકા વિદ્યાર્થીઓ ને પાસે જાહેર કરવામા આવ્યા હતા. ઓડિશાના સ્કૂલ તથા શિક્ષણ મંત્રી એસ આર દાસે કહ્યું કે, હાઇસ્કૂલ પ્રમાણન પરીક્ષામાં ૮,૯૨૫ સ્કૂલો ની કુલ ૫,૨૬,૮૧૮ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ વખતે પરીક્ષા ઓફલાઇન માધ્યમથી ઓયોજિત કરવામાં આવી હતી.


