Delhi

‘ભાઈજાન’ ને ગ્રાન્ડ બનાવવા સલમાનનો કીમિયો

હૈદરાબાદ
સલમાન અત્યારે હૈદરાબાદમાં ‘ભાઈજાન’નું શૂટિંગ કરી રહ્યો છે અને રવિવારે અહીં રામચરણ સલમાનને મળવા પહોંચ્યો હતો. આ સમયે સલમાન એક સોન્ગના શૂટિંગમાં વ્યસ્ત હતો. પ્રોડક્શન હાઉસે વિચાર્યું કે, આ સોન્ગમાં જાે રામચરણનો કેમિયો રાખવામાં આવે તો કેવું રહે અને આ વાત પર રામચરણે પણ સહમતિ દર્શાવી હતી અને તેણે આ સોન્ગ માટે શૂટ કર્યું હતું. આ સોન્ગમાં સલમાન અને રામચરણની સાથે વેંકટેશ પણ જાેવા મળશે તેવી માહિતી સામે આવી છે. આ ફિલ્મને લઈને સલમાનની સાથે ફિલ્મના ડિરેક્ટર ફરહાદ પણ એક્સાઈટેડ છે અને ફિલ્મને ગ્રાન્ડ બનાવવા માટે બોલિવૂડ આર્ટિસ્ટની સાથે સાઉથના પણ ફેમસ એક્ટર્સને કાસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં પૂજા હેગડે, વેંકટેશ અને જગપતિ બાબુ પછી રામચરણનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. અગાઉ, સલમાનની ત્રણ ફિલ્મો દબંગ ૩, રાધે અને અંતિમ સુપર ફ્લોપ રહી ચૂકી છે. આ કારણે જ, અપકમિંગ ફિલ્મ ‘ભાઈજાન’ને કોઈપણ ભોગે સફળ કરાવવા અને સ્ટારડમ જાળવી રાખવા સલમાન અવનવા કીમિયા અજમાવી રહ્યો છે. બોલિવૂડના ભાઈજાન સલમાન તેની આગામી ફિલ્મને લઈને સુપર એક્ટિવ છે અને તે તેના ફેન્સને ખુશ કરવા માટે કટિબદ્ધ છે. આજ કારણે તે ફિલ્મને ખૂબ જ સિરિયસલી લઇ રહ્યો છે અને તેના જ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મના કાસ્ટિંગથી લઈને દરેક પાસા પર ધ્યાન આપી રહ્યો છે. અનેક સુપર હિટ ફિલ્મોના રાઈટર ડિરેક્ટર ફરહાદ સમજીના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં સલમાનની સાથે ટ્રેન્ડિંગ એક્ટર્સની ભરમાર છે અને હવે આ બધા નામની વચ્ચે એક સાઉથ ઈન્ડિયન સુપર સ્ટારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Entertainment-Film-Venkatesh-with-Salman-Khan-and-Ramcharan-in-the-song-of-Bhaijaan-movie.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *