નવીદિલ્હી
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જાેઈ શકો છો કે બરફથી ઢંકાયેલા વોલીબોલ કોર્ટ પર ભારે હિમવર્ષા વચ્ચે ઘણા સૈનિકો તેમની રમત રમતા મસ્તી કરતા જાેવા મળે છે. આ વીડિયોને ચારે બાજુથી પ્રશંસા મળી રહી છે. આ વીડિયોમાં ખાસ વાત એ છે કે તે માત્ર ઘાતક ઠંડી સામે જ લડી રહ્યા નથી, પરંતુ તેનો આનંદ પણ લઈ રહ્યા છે. આ વીડિયો ૈંછજી ઓફિસર અવનીશ શરણ દ્વારા ટિ્વટર પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી ૧ લાખ ૬૩ હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે જ યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ દ્વારા પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘જ્યાં જવામાં ચીનીઓની આત્મા ધ્રૂજે છે, ત્યાં અમારા જવાનો વોલીબોલ રમે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘જીંદાદિલીનું બીજું નામ ૈંદ્ગડ્ઢૈંછદ્ગ છઇસ્રૂ છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘જ્યાં બર્ફીલા પવન ખંજરની જેમ વાગે છે, ત્યાં આ ઉત્સાહ સાથે રમવું ખરેખર બેજાેડ છે, તે અદ્ભુત છે ! આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરી અને તેની પ્રશંસા કરી છે.આપણા દેશના સૈનિકો તેમની દેશભક્તિ માટે વિશ્વભરમાં જાણીતા છે. ભારતીય સેનાના સૈનિકો કોઈપણ હવામાનની પરવા કર્યા વિના દેશની સેવામાં પોતાનું જીવન બલિદાન આપે છે. આપણા સૈનિકોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેને યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. તે જાેયા પછી જ્યાં આપણા દેશના નાગરિકોને તેમના પર ગર્વ થાય છે, ત્યાં આપણા દેશના દુશ્મનો ધ્રૂજી જાય છે. તાજેતરના દિવસોમાં પણ કંઈક આવું જ સામે આવ્યું છે.
