નવીદિલ્હી
બિલાડીના કારણે ૬૦ હજાર વીજ ગ્રાહકોની વીજળી ડૂલ થઈ ગઈ હતી. બન્યું એવું કે ભોસરી સ્ૈંડ્ઢઝ્ર પાસેના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મર પર બિલાડી ચઢી ગઈ. જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું અને ૬૦ હજાર ગ્રાહકોને વીજકાપનો સામનો કરવો પડ્યો હતો. આકુર્ડી અને ભોસરી વિસ્તારના લોકોને ગરમી સહન કરવી પડી હતી અને ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે તેનું આર્થિક નુકસાન પણ ઘણું થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભોસરી ઔદ્યોગિક વિસ્તારમાં ૨૨૦ દ્ભફનું સબ સ્ટેશન આવેલું છે. બુધવારે સવારે ૫.૩૦ કલાકે એક બિલાડી અહીં ચઢી હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેના કારણે સવારે ૬ વાગ્યાથી ૧૦૦ એમવીએના ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાઈ હતી. આ પછી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે ચર્ચા કરીને લોડ શેડિંગ શરૂ કરાયું હતું. અલગ-અલગ સમયે અલગ-અલગ વિસ્તારોમાં લોડ શેડિંગ કરવામાં આવ્યું છે. અહીં ગરમીમાં વધારાને કારણે વીજળીનો વપરાશ પણ વધી ગયો છે. આવી સ્થિતિમાં તમામ લોડ એક ટ્રાન્સફોર્મર પર આવી ગયો છે. તેથી ગ્રાહકોને શક્ય તેટલો ઓછી વીજળીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે. અને જ્યાં સુધી ખામી ઠીક ન થાય ત્યા સુધી સહકાર આપવા અપીલ કરી છે. આ દરમિયાન, મહાટ્રાન્સમિશન દ્વારા હાલમાં ૧૦૦ સ્ફછ પાવર ટ્રાન્સફોર્મરનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રાન્સફોર્મર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે. તેને હવે બદલવાની જરૂર છે. તેમાં બે થી ત્રણ દિવસનો સમય લાગે તેવી શક્યતા છે. વૈકલ્પિક માધ્યમો દ્વારા કોઈક રીતે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. આવા સંજાેગોમાં તમામ લોડ બીજા ટ્રાન્સફોર્મર પર આવે તો બીજી કોઈ સમસ્યા ન સર્જાય તે માટે લોડ શેડિંગનો ઉકેલ અપનાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો ટૂંક સમયમાં નવી ટ્રાન્સફર આવે તેની રાહ જાેઈ રહ્યા છે, ત્યારે બિલાડીના કારણે અંધકાર છવાયો છે.


