Delhi

સહેવાગની ટિવટ મુંબઈની ટીમના મોંમાંથી વડાપાવ છીનવી લીધો

નવીદિલ્હી
ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ તેના હાજર જવાબી અને નિવેદનબાજી માટે જાણીતો છે. સોશિયલ મીડિયા પર તેના વિચારો પણ લોકોનું ધ્યાન ખેંચે છે. પરંતુ, કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી પેટ કમિન્સ માટે આવું કંઈક કહેતી વખતે તેણે પોતાની એક ભૂલ ગણાવી લીધી અને તેને સુધારી લેતો હોય એ અંદાજમાં મુંબઈની ટીમની ફીરકી લીધી. સેહવાગ સોશિયલ મીડિયા પર જે કહે છે અથવા લખે છે તે તેના ચાહકોની નજરમાંથી છટકી શકતો નથી. પેટ કમિન્સ ના મામલામાં એક વાત એવી બની હતી કે સેહવાગે જેનુ કરેક્શન કર્યું હતું. તે કરેક્શન પહેલા અને બાદની એમ બંને ટ્‌વીટ વડે ચાહકો સમક્ષ મજા લીધી છે અને તેનો આ અંદાજ પણ ૈંઁન્ ફેન્સને ખૂબ પસંદ પડ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ બાદ સેહવાગે પેટ કમિન્સ વિશે ટ્‌વીટ કર્યું હતું. તમને આ ટિ્‌વટ વિશે જણાવતા પહેલા જાણી લો કે સેહવાગે આ ટિ્‌વટ કરવાની જરૂર કેમ પડી? તો સેહવાગનું આ ટ્‌વીટ કરવાનું કારણ મેચમાં પેટ કમિન્સનું પ્રદર્શન હતું, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સને ૈંઁન્ ૨૦૨૨ માં સતત ત્રીજી હાર મળી હતી. પેટ કમિન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૫ બોલમાં ૫૬ રનની અણનમ અને વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ૩૭૩ થી વધુના સ્ટ્રાઈક રેટથી રમાયેલી આ ઈનિંગમાં માત્ર ૪ ચોગ્ગા સામેલ હતા પરંતુ ૬ છગ્ગા સામેલ હતા. કમિન્સે ૧૯ મિનિટમાં એવી ધૂમ મચાવી દીધી કે આખું દ્રશ્ય ક્યારે મુંબઈ ઈન્ડિયન્સની હાર અને કોલકાતા નાઈટ રાઈડર્સની જીતમાં ફેરવાઈ ગયું, ખબર જ ન પડી. પેટ કમિન્સની આક્રમકતા જાેયા પછી, વીરેન્દ્ર સેહવાગે એક ટિ્‌વટ કર્યું, જેમાં તેની એક ભૂલ થઈ ગઈ છે એમ ગણાવીને માફી માગ્યા બાદ તેણે પોતાની ભૂલ સુધારી હોવાનુ કહ્યુ. તેણે તેના ટ્‌વીટમાં અગાઉ લખ્યું હતું – મોંમાંથી કોળીયો છીનવી લીધો. પછી તેને મુંબઈની ટીમનો અંગેનો વિચાર કરીને ટ્‌વીટમાં સોરી કહીને કોળીયાને બદલે ‘વડા પાવ’ કહ્યું. સેહવાગે પોતાના ટ્‌વીટના અંતમાં રોહિતના ચાહકો માટે એક સંદેશ પણ છોડ્યો અને તે હતો – “ઠંડા રહો, તમે રોહિત શર્માની બેટિંગના જેટલા મોટા ચાહક છો, તેનાથી વધારે હું છું.”

Pat-Cummins-Verendra-Sahevag.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *