નવીદિલ્હી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ જણાવ્યુ હતુ કે, મોસ્કોના હુમલાના પ્રથમ છ દિવસમાં લગભગ ૬,૦૦૦ રશિયન સૈનિકો માર્યા ગયા છે.વધુમાં તેમણે કહ્યું કે રશિયા બોમ્બ અને હવાઈ હુમલા દ્વારા યુક્રેન પર કબજાે કરી શકશે નહીં. બાબીન યાર શહેર પર રશિયાના હુમલાનો ઉલ્લેખ કરતા યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અહીંનો હુમલો સાબિત કરે છે કે રશિયાના ઘણા લોકો માટે કિવ એક વિદેશી ભાગ જેવું છે,આ લોકો કિવ વિશે કશું જાણતા નથી. તેઓ આપણા ઇતિહાસ વિશે જાણતા નથી. આ લોકોને એક જ આદેશ છે કે તેઓ આપણો ઈતિહાસ,આપણો દેશ અને આપણા બધાનો નાશ કરે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, ૨૪ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધીના છેલ્લા છ દિવસના યુદ્ધમાં રશિયાની ૨૧૧ ટેન્ક નાશ પામી છે.સાથે જ ૮૬૨ બખ્તરબંધ વ્યક્તિગત વાહનો, ૮૫ આર્ટિલરી ટુકડાઓ અને ૪૦ સ્ન્ઇજી પણ નાશ પામ્યા છે. આ યુદ્ધમાં રશિયાને પણ મોટું નુકસાન થયું છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ૩૦ રશિયન વિમાનો અને ૩૧ હેલિકોપ્ટરને ઠાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બે જહાજાે, ૩૩૫ વાહનો, ૯ એન્ટી એરક્રાફ્ટનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે યુક્રેનની સેના રશિયાને આકરી ટક્કર આપી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે મોટી સંખ્યામાં લોકો યુક્રેનમાંથી પણ ભાગી ગયા છે. પરંતુ રશિયાને જડબાતોડ જવાબ આપવા માટે ઘણા લોકો યુક્રેનમાં રોકાયા છે.તમને જણાવી દઈએ કે, કેટલાક લોકો યુક્રેન છોડીને પૂર્વી હંગેરી પહોંચી ગયા છે.અહીંના એક ગામની શાળાના મેદાનમાં એકઠા થયેલા સેંકડો શરણાર્થીઓમાં મોટા ભાગના મહિલાઓ અને બાળકો છત એવું કહેવામાં આવી રહ્યુ છે કે તેના પતિ, પિતા, ભાઈ અને પુત્ર તેમના દેશની રક્ષા કરવા અને રશિયન સૈનિકોનો સામનો કરવા માટે યુક્રેનમાં રોકાયા છે. યુએનની શરણાર્થી મામલાની એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં ૬,૭૫,૦૦૦થી વધુ લોકોએ પડોશી દેશોમાં શરણ લીધું છે અને આ આંકડો હજુ વધી શકે છે.


