Delhi

કર્ણાટકમાં સગી બહેનોએ ભાઈની સોપારી આપી હત્યા કરાવી

નવીદિલ્હી
કર્ણાટકના કાલબુર્ગી શહેરમાં જુલાઇના અંતમાં બે બહેનો કે જેમનો તેમના ભાઇ સાથે મતભેદ ચાલતો હતો, તેઓએ કથિત રીતે હત્યારાઓને સુપારી આપી તેની હત્યા નીપજાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, નાગરાજ માતામારી કાલબુર્ગીના ગાજીપુરના રહેવાસી હતા. ૨૯ જુલાઇના રોજ તેની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ મૃતદેહ અલંદ રોડ પર ભોસોગા ક્રોસમાંથી મળી આવ્યો હતો. તેના માથા પર હુમલો કરવા માટે એક મોટા પથ્થરનો ઉપયોગ કરાયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી તેની બહેનો અનિતા અને મીનાક્ષી સાથે સુપારી કિલર અવિનાશ, આસિફ, રોહિત અને મોહસીનની ધરપકડ કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, બંને બહેનો ઘણા વર્ષો પહેલા તેમના પતિથી અલગ થઉ ગઇ હતી અને ભાઇ નાગરાજ અને તેમની માતા સાથે કાલબુર્ગી શહેરમાં રહેતી હતી. નાગરાજ તે વાતથી ગુસ્સે હતો કે તેની બહેનો સીરિયલ રિલેશનશિપમાં હતી અને તેમણે તેમના પાર્ટનર સાથે લગ્ન કરવા કે તેમની રીતે રહેવા માટે તેની પરવાનગી લીધી ન હતી. બંને બહેનાના અંત જીવનમાં વારંવાર નાગરાજનું અલ્ટિમેટમ તેમને પસંદ નહોતું આવતું. તેથી બહેનોએ ભાઇને રસ્તામાંથી હટાવવા કથિત રીતે સુપારી કિલરોને કહી હત્યા કરવા માટેનો પ્લાન ઘડ્યો હતો. કથિત રીતે સિરીયલ કિલરોએ નાગરાજની હત્યા ઓટોરિક્ષામાં જ ગળું દબાવીને કરી હતી અને બાદમાં તેની લાશને શહેરની બહાર ફેંકી દીધી હતી. બીજા દિવસે પોલીસે લાશની ઓળખ કરી અને તેની બહેનો અને અન્ય લોકોને જાણ કરી હતી. બહેનોએ કથિત રીતે કિલર્સને કરેલા ફોન કોલ્સની હિસ્ટ્રીના આધારે પોલીસે આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.અંગત જીવનમાં વારંવાર ભાઇની દખલગીરીથી કંટાળી બે બહેનોએ ભાઇને રસ્તામાંથી હટાવવા કથિત રીતે કિલર્સને હાયર કરી હત્યાનીપજાવી છે. કર્ણાટકના કાલબુર્ગી શહેરમાં જુલાઇના અંતમાં કથિત રીતે બંને બહેનોએ ભાઇની સુપારી આપી હતી. આ બનાવમાં પોલીસે બે બહેનો અને ૪ હત્યારાઓની ધરપકડ કરી છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *