Delhi

ગરીબ અને વંચિત લોકોને સરકાર ૩ મફત ગેસ સિલિન્ડર આપશે

નવીદિલ્હી
ગેસ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર છે. જાે તમે પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો હવેથી સરકાર કેટલાક લોકોને ૩ ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી રહી છે. ચાલો તમને જણાવીએ કે સરકાર ક્યા લોકોને વાર્ષિક ૩ ફ્રી સિલિન્ડર આપવાની યોજના બનાવી રહી છે. નવી કેબિનેટની પ્રથમ બેઠકમાં ગોવા સરકારે રાજ્યના લોકો માટે મહત્વનો ર્નિણય લીધો છે. આ ર્નિણયમાં સરકારે રાજ્યના દરેક પરિવારને ત્રણ એલપીજી સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. ભાજપે તેના ઘોષણાપત્રમાં આ વચન આપ્યું હતું. નવી કેબિનેટની પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આની જાહેરાત કરી છે. આ સિવાય તેણે પોતાના ટિ્‌વટર પર પણ ટિ્‌વટ કર્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશભરના લોકોને મફત ગેસ સિલિન્ડરની સુવિધા પૂરી પાડી રહી છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ અને વંચિત પરિવારોને મફત ગેસ સિલિન્ડર આપે છે. સરકાર માને છે કે લાકડા, કોલસો, ગાયના છાણ વગેરે જેવા પરંપરાગત ઇંધણમાંથી નીકળતા ધુમાડાથી ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ પર હાનિકારક અસરો પડે છે. તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અરજી માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તેની સત્તાવાર વેબસાઇટ ॅદ્બેદ્ઘદ્ઘુટ્ઠઙ્મટ્ઠઅર્દ્ઘટ્ઠહટ્ઠ.ર્ષ્ઠદ્બ પર ક્લિક કરો. અહીં તમને એપ્લિકેશન ફોર્મ મળશે જે તમે ડાઉનલોડ કરી શકો છો. તે પછી આ ફોર્મ ભરો. આમાં તમારું નામ, જન્મ તારીખ, આવકની માહિતી વગેરે પૂછવામાં આવશે. આ બધી માહિતી ભરો અને તેને એલપીજી સેન્ટર પર સબમિટ કરો.

Maharashtra-Cylinders-blast-in-Pune-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *