Delhi

ગ્રામીણ બજારને મંદીનું ગ્રહણ લાગતા ટુ-વ્હીલરની વેચાણમાં ઘટ

નવીદિલ્હી
ટુ-વ્હીલરના સાઈડ મિરરમાં દેખાઈ રહ્યાં છે ઉદાસ ગામડાં અને ગામડાંની આ ઉદાસી જ ઓટો ઉદ્યોગ માટે બની છે ચિંતાનું કારણ. તેમની ચિંતા પણ વાજબી છે કારણ કે ગામડાના જાેરે જ તો ઓટો ઉદ્યોગ જાેરમાં રહી શકે છે. આંકડાની દૃષ્ટિએ જાેઈએ તો ભારતમાં વેચાતા લગભગ ૭૫ ટકા બાઈક અને સ્કૂટર એન્ટ્રી-લેવલના હોય છે. એન્ટ્રી-લેવલ એટલે સૌથી સસ્તા ટુ-વ્હીલર. આ ૭૫ ટકા ટુ-વ્હીલરમાંથી ૬૦ ટકા વેચાણ તો ગામડાંમાં થાય છે. આથી, જાે અહીં માંગ ઘટે તો તેની ગંભીર અસર પડે છે. અસર ગંભીર હોવાના પુરાવા પણ છે. ભારતની ટોપ-ફાઈવ ટુ-વ્હીલર કંપનીઓએ ફેબ્રુઆરીમાં ૧૦,૭૪,૩૦૩ યુનિટનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ ૨૫ ટકા ઓછું છે. છેલ્લાં છ મહિનાના આંકડા ભેગા કરીએ તો દેશમાં લગભગ ૭ લાખ ટુ-વ્હીલર્સ ઓછા વેચાયા છે. અરે! મોપેડના ખરીદદારો પણ ઘટી રહ્યાં છે. શું કીધું..? મોપેડ? ભાઈ હવે મોપેડ કોણ ખરીદે છે? તો જણાવી દઈએ કે ગયા વર્ષના જાન્યુઆરીમાં કુલ ૫૯,૦૦૭ મોપેડનું વેચાણ થયું હતું અને ચાલુ વર્ષના જાન્યુઆરીમાં તેનું વેચાણ માત્ર ૩૫,૭૮૫ રહ્યું, એટલે કે, ૨૩,૨૨૨ મોપેડ ઓછી વેચાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *