Delhi

ચેન્નાઈ ટીમની સતત ૩ મેચ હારી જતાં રવિન્દ્ર જાડેજા પર દબાણ

નવીદિલ્હી
આઈપીએલના કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાની શરૂઆત સારી રહી નથી. તેના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સતત ત્રણ મેચ હારી છે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશિપના કાર્યકાળની શરૂઆતમાં જ દબાણ અનુભવવાનું શરૂ કર્યું છે. પરંતુ તે ખુશ છે કે મહેન્દ્ર સિંહ ધોની જેવો શાંત ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં તેને દબાણની પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ કરવા માટે તેને ટેકો આપે છે. ૈંઁન્ ૨૦૨૨ ૨૬ માર્ચે શરૂ થાય તે પહેલા ધોનીએ જાડેજાને કેપ્ટનશીપ સોંપી હતી, પરંતુ તેની ભૂમિકા હજુ પણ મેદાન પરના ર્નિણયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લખનૌ સુપર જાયન્ટ્‌સ સામેની મેચમાં એવું લાગી રહ્યું હતું કે, ધોની છેલ્લી ઓવરોમાં ર્નિણય લઈ રહ્યો હતો. તેણે જ શિવમ દુબેને ૧૯મી ઓવર સોંપી હતી. જાડેજાએ રવિવારે પંજાબ કિંગ્સ સામે તેની ટીમની ૫૪ રને હાર બાદ પત્રકારોને કહ્યું, “ના, તે મેચ (લખનૌ સામે) એક મોટો સ્કોર હતો અને ડીપ મિડવિકેટ પર કેચ લેવાની તક હતી અને અમારે અમારા સારા ફિલ્ડરને ત્યાં રાખવા જાેઈતા હતા. તેથી હું બોલરો સાથે વધુ વાતચીત કરવાની સ્થિતિમાં નહોતો. માહી ભાઈ પાસે એક સૂચન છે જે સારું છે. તેની પાસે ઘણો અનુભવ છે અને અમારે સલાહ માટે બીજા કોઈને જાેવાની જરૂર નથી. તે એક લિજેન્ડ છે અને ઘણા વર્ષોથી કેપ્ટન્સી કરી રહ્યો છે. આ પ્રકારનો અનુભવ ફક્ત અમારી ટીમમાં જ છે, તેથી અમે તેમની સલાહ મેળવવા માટે ભાગ્યશાળી છીએ. જાડેજાના સુકાની પદની શરૂઆત નિરાશાજનક રહી હતી પરંતુ તેણે કહ્યું કે જ્યારે તેને નવી ભૂમિકા વિશે કહેવામાં આવ્યું ત્યારે તે ટીમનું નેતૃત્વ કરવા માટે માનસિક રીતે તૈયાર હતો. આ ઓલરાઉન્ડરે કહ્યું, ‘મને થોડા મહિના પહેલા કહેવામાં આવ્યું હતું અને ત્યારથી હું સુકાની બનવા માટે તૈયાર હતો. હું નેતૃત્વ કરવા માટે માનસિક રીતે તૈયાર હતો. મારા પર કોઈ દબાણ નહોતું. ચેન્નાઈને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ જાડેજાને વિશ્વાસ છે કે, જીત ચાર વખતના ચેમ્પિયન માટે બધું ફેરવી નાખશે. તેણે કહ્યું, ‘ટી-૨૦માં મોમેન્ટમ મેળવવા માટે માત્ર એક મેચની જરૂર છે અને તે પછી જીતની ગતિ સર્જાય છે.

CSK-New-Captain-Ravindra-Jadeja.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *