Delhi

ટાટા ગ્રુપના માલિક રતન ટાટાનો વિડીયો વાયરલ થયો

નવીદિલ્હી
ઉદ્યોગપતિ રતન ટાટાએ ફરી એકવાર પોતાની સાદગીથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. રતન ટાટા કોઈપણ સુરક્ષા વિના નેનો કારમાં સવાર થઈને મુંબઈની તાજ હોટેલ પહોંચી ગયાં. રતન ટાટા નેનોમાં બેસીને તાજ હોટલ પર પહોંચ્યા એ વખતનો વીડિયો સોશિયિલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમની આ પ્રકારની સાદગી જાેઈને તેમના ફેન બની ગયા છે. આ પહેલાં પણ એકવાર તેઓ જમીન પર નીચે બેસ્યા હતા તેઓ સાદગી સભર ફોટો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. અવારનવાર તેમની આવી રોચક તસવીરો જાેવા મળતી હોય છે. આ વીડિયોમાં રતન ટાટા સફેદ રંગની ટાટા નેનોમાં સવારી કરતા જાેવા મળે છે. આ વીડિયોમાં તેમની સાથે માત્ર શાંતનુ નાયડ જ જાેવા મળે છે. તેમજ તાજ હોટલનો સ્ટાફ પણ ત્યાં દોડી આવ્યાં હતાં. ટાટા ગ્રુપના ઓનરરી ચેરમેન હોવા છતાં તેમની સાથે ન તો વધારે સુરક્ષા છે કે ન તો વાહનોનો કાફલો. રતન ટાટા ટાટા નેનોને ખૂબ પસંદ કરે છે. આ કાર તેમનો ડ્રિમ પ્રોજેક્ટ છે. થોડા દિવસો પહેલા, તેમણે ટાટા નેનો સંબંધિત એક સુંદર પોસ્ટ શેર કરી હતી. રતન ટાટાએ તેમની પોસ્ટમાં લખ્યું – હું સતત ભારતીય પરિવારોને સ્કૂટર પર મુસાફરી કરતા જાેતો હતો, જ્યાં ઘણીવાર બાળક માતા અને પિતા વચ્ચે સેન્ડવીચની જેમ બેઠું હતું. કેટલીકવાર તે સરળ અને લપસણો રસ્તાઓ પર પણ આ રીતે જતો હતો. આ મુખ્ય કારણ હતું જેણે મારામાં આવા વાહન (નેનો) બનાવવાની ઈચ્છા જગાવી અને મને પ્રોત્સાહિત કર્યો. તેણે આગળ લખ્યું- સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં ભણવાનો ફાયદો મળ્યો. હું નવી ડિઝાઇન પર કામ કરવાનો પ્રયાસ કરી શકું છું. શરૂઆતમાં ૨-વ્હીલરને સુરક્ષિત બનાવવાનો વિચાર હતો. આ માટે એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી જે ૪-વ્હીલર હતી, પરંતુ તેમાં ન તો કોઈ દરવાજાે હતો કે ન તો કોઈ બારી. પરંતુ અંતે મેં નક્કી કર્યું કે તે એક કાર હશે. નેનો કાર હંમેશા આપણા બધા લોકો માટે બનાવવામાં આવી હતી. ટાટા નેનો, જે ‘કોમન મેન્સ કાર’ તરીકે જાણીતી છે, તેને ટાટા ગ્રૂપ દ્વારા ૧૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. તે તે સમયના મ્જી-૩ સ્ટાન્ડર્ડ અનુસાર ડિઝાઇન કરવામાં આવી હતી. તે ૬૨૪ષ્ઠષ્ઠ ૨-સિલિન્ડર પેટ્રોલ એન્જિન અને ૪-સ્પીડ ગિયરબોક્સ દ્વારા સંચાલિત હતું. કંપનીએ તેને ૩ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત ૧ લાખ રૂપિયા રાખી હતી.ટાટા ગ્રૂપના માલિક રતન ટાટા હંમેશાથી તેમની સાદગી અને સરળ જીવનશૈલી માટે જાણીતા છે. માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં ટાટા ગ્રૂપ એક પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમ તરીકે જાણીતું છે. અને તેના સર્વેસર્વા એવા રતન ટાટા પણ બિઝનેસ વર્લ્‌ડમાં ખુબ જ સમ્માન ધરાવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં રતન ટાટાનો એક વીડિયો વાયરલ થયો છે. વાયુવેગે આ વીડયો સોશ્યિલ પ્લેટફોર્મ પર ફરી રહ્યો છે. ત્યારે આ વીડિયો વિશે વાત કરીશું કે એવું તો આ વીડિયોમાં શું છે. જાેકે, એક વાત તો નક્કી છેકે, તમે પણ રતન ટાટાનો આ વીડિયો જાેઈને વિચારતા રહી જશો.

Ratan-Tata-Neno-Car-Taj-Hotel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *