Delhi

ટી૨૦માં વર્લ્‌ડ કપ જ યોજાવો અને વર્ષમાં બે વાર આઇપીએલ થવી જાેઇએ ઃ રવિ શાસ્ત્રી

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ટી૨૦ ફોરમેટનો અર્થ બે દેશ વચ્ચેની ટી૨૦ ઇન્ટરનેશનલ મેચની દ્વિપક્ષીય સિરીઝ માત્ર નથી પરંતુ ક્રિકેટના આ સૌથી ટચુકડા અને આકર્ષક ફોરમેટને માત્ર વર્લ્‌ડ કપ પૂરતી જ મર્યાદિત કરી દેવી જાેઇએ. આમ ટી૨૦માં માત્ર વર્લ્‌ડ કપ જ યોજાવો જાેઇએ. ભારતીય ટીમના સૌથી સફળ કોચ પૈકીના એક શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રમતપ્રેમીઓનું ટી૨૦ પ્રત્યેનું આકર્ષણ જાેતાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટ અને ટી૨૦ વર્લ્‌ડ કપ બે જ ઇવેન્ટ યોજાવી જાેઇએ. આમ રવિ શાસ્ત્રીએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ટી૨૦ સિરીઝના થોડા દિવસ અગાઉ જ આ પ્રકારની કોમેન્ટ કરીને અચરજ પેદા કર્યું હતું. શાસ્ત્રીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હાલમાં ટી૨૦ ક્રિકેટમાં ઘણી દ્વિપક્ષીય સિરીઝ રમાઈ રહી છે. મેં આ અંગે અગાઉ પણ કહ્યું છે અને હું કોચ હતો તે કાર્યકાળમાં પણ કહ્યું હતું કે આ ફોરમેટને વર્લ્‌ડ કપ પૂરતું સિમિત કરી દેવું જાેઇએ. ભારતમાં તાજેતરમાં જ આઇપીએલનું આયોજન થયું હતું અને તેની લોકપ્રિયતા અંગેના સવાલનો જવાબ આપતાં શાસ્ત્રીએ જણાવ્યું હતું કે મારા મતે તો વર્ષમાં બે વાર આઇપીએલનું આયોજન થવું જાેઇએ. મને લાગે છે કે એ દિવસો હવે ખાસ દૂર નથી. તેણે ઉમેર્યું હતું કે ૭૦-૭૦ મેચની મળીને કુલ ૧૪૦ મેચની આઇપીએલ યોજાય તે દિવસો હવે દૂર નથી. બે ભાગમાં તેનું આયોજન થઈ શકે તેમ છે અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં આમ થતું જાેવા મળશે. કદાચ આ બાબતને ક્રિકેટનો ઓવરડોઝ મનાશે પરંતુ ભારતમાં આમ થવાનું નથી. ભારતમાં આ ફોરમેટ આજે પણ એટલું જ રોમાંચક છે.

India-Sport-Ravi-Shashtri.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *