છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં આરોગ્ય શાખા દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢવા માટેની ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. તા.૦૧/૦૬/૨૦૨૨ થી ૧૪/૦૬/૨૦૨૨ સુધી હાથ ધરવામાં આવનાર ખાસ ઝૂંબેશ દરમિયાન તલાટીઓ, વી.સી.ઇના સહયોગથી આરોગ્ય શાખાની તમામ પી.એચ.સી પર કામ કરતા ઓપરેટરો છોટાઉદેપુર તાલુકાના તમામ ગામ તથા ફળિયામાં લઇને કાર્ડ કાઢી આપશે. તલાટીઓ લાભાર્થીઓને દાખલો કાઢી આપવામાં મદદ કરવાની રહેશે. આરોગ્ય શાખાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કામ કરતા ઓપરેટરોએ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢી આપવાના રહેશે. આ ઝૂંબેશ દરમિયાન મા-કાર્ડ અને મા-વાત્સલ્ય કાર્ડની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડમાં કન્વર્ટ કરી આપવામાં આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ કઢાવવા માટે બે દિવસ અગાઉનો અથવા ત્રણ વર્ષની અંદરનો આવકનો દાખલો જરૂરી છે.
નવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું નવું કાર્ડ કઢાવવા માટે આધારકાર્ડ, રેશનકાર્ડ, પી.એમ.લેટર એસ.ઇ.સી.સી ૨૦૧૧ની યાદીમાં નામ હોવું જરૂરી છે. મા-વાત્સલ્ય કાર્ડને પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા કાર્ડમાં કન્વર્ટ કરવા માટે આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો (વાર્ષિક રૂા. ૪ લાખથી ઓછી), સીનીયર સીટીઝન માટે (વાર્ષિક રૂા. ૬ લાખથી ઓછી), મા-કાર્ડને પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા કાર્ડમાં કન્વર્ટ કરવા માટે આધારકાર્ડ, રેશનકાર્ડ અને બી.પી.એલનો દાખલો (૦ થી ૨૦નો સ્કોર) હોવો જરૂરી છે.
જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર તાલુકામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ માટે યોજાનારી ખાસ ઝૂંબેશનો છોટાઉદેપુર તાલુકાની જનતાને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી તરફથી કરાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
