નવીદિલ્હી
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ ૬-૧૨ વર્ષની ઉંમરના બાળકો માટે કોવેક્સીનને મંજૂરી આપી છે. કોવેક્સીનને હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨,૧૩, અને ૧૪ વર્ષની ઉંમરના બાળકો માતે ૧૬ માર્ચથી કોવેક્સીન લગાવવાનું શરૂ થયું હતું. જે બાળકોનો જન્મ ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૦ માં થયો છે. તે તમામ વેક્સીન લગાવી શકે છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ) ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ગત અઠવાડિયે ઝ્રર્હ્વિીદૃટ્ઠટ વેક્સીનને પણ ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી હતી. આ ભલામણ ૫ થી ૧૧ વર્ષના બાળકો માટે કરવામાં આવી હતી. હૈદ્રાબાદ સ્થિત ફર્મ બાયોલોજિકલ-ઇ તરફથી તૈયાર કરવામાં આવેલી કોર્બેવેક્સ કોરોના વિરૂદ્ધ દેશની પ્રથમ સ્વદેશી વિકસિત ઇમ્ડ્ઢ પ્રોટીન સબ યૂનિટ વેક્સીન છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ ૬-૧૨ વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે.



