ન્યુદિલ્હી
દિલ્હી કેપિટલ્સ ની ટીમમાં કોવિડ-૧૯નો વધુ એક કેસ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ટીમનો એક ખેલાડી કોવિડ-૧૯થી સંક્રમિત જાેવા મળ્યો છે. આ પછી સોમવાર અને મંગળવારે ઇ્ઁઝ્રઇ ટેસ્ટને કારણે આખી ટીમ ક્વોરેન્ટાઇનમાં રહેશે. આ સિવાય દિલ્હીની આગામી મેચ માટે તેની પુણેની ટ્રીપ પણ કોરોના સંક્રમણના કારણે રદ્દ કરવામાં આવી છે. હાલ દિલ્હીની ટીમ મુંબઈની તાજમહેલ પેલેસ હોટલમાં રોકાઈ રહી છે. કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ આવે ત્યાં સુધી ખેલાડીઓએ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ પહેલા શુક્રવારે દિલ્હી સ્થિત ફિઝિયોથેરાપિસ્ટ પેટ્રિક ફરહાર્ટ કોવિડ-૧૯થી સંક્રમિત જાેવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ કેન્સલ આઈપીએલ ૨૦૨૨ હેશટેગનો ઉપયોગ કરીને ટિ્વટ કરી રહ્યા છે. ઘણા લોકો કોવિડને કારણે ૈંઁન્ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. આ હેશટેગ હાલમાં ટિ્વટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આટલું જ નહીં, ઘણા લોકો આ અંગે સોશિયલ મીડિયા પર મીમ્સ પણ શેર કરી રહ્યા છે. આઈપીએલની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે અને તેના વિશે હેશટેગ્સ વારંવાર ટ્રેન્ડ કરે છે. હવે દિલ્હીની ટીમનો કોવિડ રિપોર્ટ કેવો આવશે તે જાેવું રહ્યું. દિલ્હી કેપિટલ્સની આગામી મેચ માટે મ્ઝ્રઝ્રૈં સાથે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને પંજાબ સામેની તેમની મેચ વિશે ચર્ચા ચાલી રહી છે, આ મેચ બુધવારે એમસીએ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. હાલમાં ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી પાંચ મેચમાં ત્રણ હાર સાથે ૈંઁન્ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. શનિવારે ટીમે વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી હતી, જેમાં દિલ્હીને ૧૬ રને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બધાની નજર આગળના અપડેટ્સ પર છે.
