Delhi

દેશદ્રોહ કાયદાની સમીક્ષા સુધી નવો કેસ દાખલ નહીં થાય

નવીદિલ્હી
દેશદ્રોહના કાયદાને લઈને સર્વોચ્ચ કોર્ટે કેન્દ્ર સરકારને બુધવાર સુધી પોતાનો જવાબ આપવાનું કહ્યું છે. કોર્ટ સમક્ષ સરકારે જણાવવાનું છે કે શું દેશદ્રોહના કાયદાને રોકી શકાય છે અને આ કાયદાની સમીક્ષા દરમિયાન તે હેઠળ આરોપિત લોકોની રક્ષા કરી શકાય છે? એટલે કે કોર્ટે સરકારને પૂછ્યુ કે જ્યાં સુધી કેન્દ્ર આ કાયદાની સમીક્ષા કરે, ત્યાં સુધી તે લોકોના કેસનું શું છે, જે દેશદ્રોહ કાયદા (ૈંઁઝ્ર ૧૨૪-છ) હેઠળ આરોપી છે. આ સિવાય ર્નિણય આવવા સુધી આ પ્રકારના નવા કેસ નોંધાશે કે નહીં? સર્વોચ્ચ કોર્ટે સુનાવણી દરમિયાન તે લોકો પર પણ ચિંતા વ્યક્ત કરી જે પહેલાથી દેશદ્રોહના આરોપો હેઠળ જેલમાં બંધ છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ કે, અમે રાજદ્રોહના કાયદા પર બીજીવાર વિચાર કરી રહ્યાં છીએ. તમે સુનાવણી ટાળી શકો છો. તેના પર કપિલ સિબ્બલે સરકારની દલીલનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે સર્વોચ્ચ કોર્ટ કાયદાની બંધારણીય માન્યતાની તપાસ કરી રહી છે. સિબ્બલે કહ્યુ કે, સર્વોચ્ચ કોર્ટની કાર્યવાહી તેથી ન રોકી શકાય કે સરકાર તેના પર વિચાર કરવાની વાત કરી રહી છે. સરકારની દલીલ પર મુખ્ય ન્યાયાધીશ એન વી રમણાએ કહ્યુ કે, અમારી નોટિસ મહિના પહેલાની છે. પહેલા તમે કહ્યું કે બીજીવાર વિચાર કરવાની જરૂર નથી. હવે તમે એફિડેવિટ આપ્યું છે. આખરે તમે કેટલો સમય લેશો? સરકારે ચીફ જસ્ટિસ એનવી રમણા અને જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠમાં દાખલ એફિડેવિટ અનુસાર કહ્યુ હતુ કે તે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ ૧૨૪ એની જાેગવાયોના પુનઃ અભ્યાસ અને પુનર્વિચાર કરવાનો ર્નિણય કર્યો છે, જે સક્ષમ મંચ પર હોઈ શકે છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું કે તેને ધ્યાનમાં રાખી ખુબ સન્માન સાથે આ વાત કહેવામાં આવી રહી છે કે માનનીય ન્યાયાલય એકવાર ફરી આઈપીસીની કલમ ૧૨૪ એની કાયદેસરતાનો અભ્યાસ કરવામાં સમય ન લગાવે અને એક યોગ્ય મંચ પર ભારત સરકાર દ્વારા થનારી પુનર્વિચારની પ્રક્રિયાની મહેરબાની કરી રાહ જાેવામાં આવે. દેશની સર્વોચ્ચ કોર્ટમાં રાજદ્રોહના કેસ મામલે સુનાવણી ચાલી રહી છે. આજે આ મામલામાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તે મામલા પર બીજીવાર વિચાર કરી રહી છે અને સુનાવણીને ટાળી શકાય છે. સરકારના તર્ક પર અરજીકર્તાના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કાયદાની બંધારણીય માન્યતાની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *