Delhi

પછાત વિસ્તારો પણ હવે વિકાસના માર્ગ આગળ વધી રહ્યા છે ઃ વડાપ્રધાન

નવીદિલ્હી
અનેક જિલ્લાઓમાં કુપોષણ દરમાં કેટલાક સમયથી ક્રમશ ઘટાડો જાેવા મળ્યો છે. ઉપરાંત પછાત જિલ્લાઓ પણ હવે વિકાસના માર્ગ આગળ વધી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. આજે મહત્વાકાંક્ષી જિલ્લાઓ દેશની પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરી રહ્યા છે. તમારા બધાના પ્રયાસોથી મહત્વાકાંક્ષી જિલ્લાઓ મડાગાંઠને બદલે દોડવીર બની રહ્યા છે. જીવનમાં લોકો તેમની આકાંક્ષાઓ માટે દિવસ-રાત મહેનત કરે છે અને અમુક હદ સુધી તેને પૂર્ણ કરે છે. દેશને મહત્વાકાંક્ષી જિલ્લામાં જે સફળતા મળી રહી છે તેનું એક મોટું કારણ કન્વર્જન્સ છે. ઁસ્એ કહ્યુ, ‘એક તરફ યોજનાઓ બનતી રહી, આર્થિક વિકાસ પણ આંકડાઓમાં થતો રહ્યો, પરંતુ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ દેશના ઘણા જિલ્લા પાછળ રહી ગયા છે. જે જિલ્લાઓ એક સમયે ઝડપી પ્રગતિ કરી રહ્યા હોવાનું માનવામાં આવતુ હતુ, આજે આ મહત્વાકાંક્ષી જિલ્લાઓ પણ ઘણા માપદંડોમાં સારી કામગીરી દર્શાવે છે. મુખ્યમંત્રીઓ પણ માને છે કે તેમના રાજ્યોમાં મહત્વાકાંક્ષી જિલ્લાઓએ અદ્ભુત કામ કર્યું છે. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ જિલ્લાઓમાં સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની પ્રગતિ અને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે દેશભરમાં વૃદ્ધિ અને વિકાસની અસમાનતાને દૂર કરવા માટે સતત અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તમામ નાગરિકોના જીવનધોરણને ઉંચુ લાવવા અને તમામ માટે સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરસ દ્વારા વિવિધ જિલ્લાના ડીએમ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યુ કે, અનેક જિલ્લામાં કુપોષણનો દર ઘટ્યો છે. તેમજ પછાત વિસ્તારો પણ હવે વિકાસના માર્ગ આગળ વધી રહ્યા છે.

PM-India-Narendra-D-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *