નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ચીનના ગુઆંગશીમાં વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટિ્વટ કર્યું, ‘ચીનના ગુઆંગસીમાં પેસેન્જર પ્લેન સ્ેં૫૭૩૫ના ક્રેશના સમાચાર સાંભળીને આઘાત અને દુઃખ થયું.’ તેમણે કહ્યું, ‘દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના.’ રાજદૂત સુન વિડોંગે પીએમ મોદીનો આભાર માન્યો. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ’નું ‘બોઇંગ ૭૩૭’ વિમાન તેંગશિયાન કાઉન્ટીના વુઝો શહેરમાં ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના પર્વતીય વિસ્તારમાં આગ લાગી હતી. વિમાનમાં ૧૩૨ લોકો સવાર હતા. પીએમ મોદીનો આભાર માનતા ચીનના રાજદૂત સુન વિડોંગે ટ્વીટ કર્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય મિત્રોનો હવાઈ દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ માટે આભાર. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ બચાવ પ્રયાસો અને યોગ્ય નિરાકરણનો આદેશ આપ્યો છે. અમે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં આગની જ્વાળાઓ જાેઈ શકાય છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે તેઓ સોમવારે વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને ‘આઘાતમાં’ છે. તેમણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. સિન્હુઆના જણાવ્યા અનુસાર, દુર્ઘટના પછી તરત જ જાહેર કરાયેલા નિર્દેશોમાં જિનપિંગે કહ્યું કે કુનમિંગથી ગુઆનઝો જઈ રહેલા ‘ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ’ના પ્લેન સ્ેં૫૭૩૫ના ક્રેશના સમાચાર સાંભળી તાત્કાલિક પગલાં લઈને તેમણે બચાવ કામગીરીનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અકસ્માતનું કારણ જાણવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઉડ્ડયન ક્ષેત્ર અને લોકોના જીવનની સલામતી માટે ઉડ્ડયન ક્ષેત્રની સુરક્ષામાં સુધારો કરવાની જરૂર છે. જે વિમાન ક્રેશ થયું તેમાં કોઈ વિદેશી નાગરિક સવાર નહોતો. આ વિમાનમાં કુલ ૧૩૨ લોકો હતા, જેમાં ૧૨૩ મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર હતા. ચીનના સરકારી-સંચાલિત ઝ્રય્દ્ગ-્ફએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ચાઇના મીડિયા ગ્રુપ (ઝ્રસ્ય્) એ ‘ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ’ પાસેથી મળેલી માહિતીના આધારે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા બોઇંગ ૭૩૭ એરક્રાફ્ટમાં કોઈ વિદેશી મુસાફરો નહોતા. કંપનીએ સીએમજીને કહ્યું કે તે વધુ પુષ્ટિ કરશે.
