Delhi

મહિલા દિવસે બીએસએફનું સીમા ભવાની મિશન શરૂ

નવીદિલ્હી
આ મિશન દેશની દરેક દીકરીને સમર્પિત છે. ‘શૌર્ય અભિયાન’ તરીકે, મેરઠના ઇન્સ્પેક્ટર હિમાંશુ સિરોહીની આગેવાનીમાં સીમા ભવાનીના સભ્યો ૫,૨૮૦ કિમીની મુસાફરી કરશે. આ ટીમે પ્રજાસત્તાક દિવસ અને મ્જીહ્લના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. મ્જીહ્લ સીમા ભવાની શૌર્ય અભિયાન ‘સશક્તિકરણ સવારી-૨૦૨૨’, મહિલાઓને સશક્ત બનાવવાનું સંગઠનાત્મક મિશન ઇન્ડિયા ગેટથી પ્રસ્થાન કરાવ્યું છે. મ્જીહ્લએ જણાવ્યું છે કે અભિયાન ૨૮ માર્ચે ચંદીગઢ, અમૃતસર, અટારી, બિકાનેર, જયપુર, ઉદયપુર, ગાંધીનગર, કેવડિયા, નાસિક, સોલાપુર, હૈદરાબાદ, અનંતપુર, બેંગલુરુ અને કન્યાકુમારી થઈને ચેન્નાઈમાં તેના ડેસ્ટિનેશન સ્થાને પહોંચશે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય મહિલાઓને જાગૃત કરવાનો છે, જેથી દેશભરની યુવતીઓ અને મહિલાઓને મ્જીહ્લની રેન્કમાં જાેડાવા તેમજ રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આ ટીમમાં ભારતના દરેક ખૂણેથી મહિલાઓનો સમાવેશ થાય છે અને પ્રથમ વખત મહિલા બાઇકર્સ માટે આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

International-Womens-Day-BSF-Women-Bikers-to-Embark-on-5280-km-Road-Expedition.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *