Delhi

રશિયા – યુક્રેનના યુદ્ધથી ભારતીયો ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે

નવીદિલ્હી
બે દેશો વચ્ચેનું યુદ્ધ માત્ર સ્થાનિક જીવન અને સંપત્તિને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને પણ અસર કરે છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આપણે ભારતીયો પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે કાચા માલની અછત સર્જાઈ છે. ક્રૂડ ઓઈલ, મોટી ધાતુઓ અને અનેક ખનીજાે, ખાદ્યતેલ જેવી વસ્તુઓના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. રશિયા અને યુક્રેનમાં થયેલા વિસ્ફોટોને કારણે ભારતીય શેરબજાર પણ ખરાબ રીતે હાલક ડોલક થઈ રહ્યું છે. રોકાણકારોને અત્યાર સુધીમાં લાખો કરોડનું નુકસાન થયું છે. ૧૫ ફેબ્રુઆરીથી બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૪,૦૦૦ પોઈન્ટ ઘટી ગયો છે અને રોકાણકારોને ૧૯૭ બિલિયન ડોલરનું નુકસાન થયું છે. આ નુકસાન કેટલું મોટું છે, તેને એવી રીતે સમજાે કે યુક્રેનની જીડીપી ગયા વર્ષ જેટલી હતી, તેનાથી વધુ નુકસાન તો બીએસઈને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં થયું. ૨૦૨૧માં યુક્રેનની જીડીપી લગભગ ૧૮૧ બિલિયન ડોલર હતી. માહિતી અનુસાર ૭ માર્ચે મ્જીઈનું માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને લગભગ ૨૪૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ૧૧ ફેબ્રુઆરીએ તે ૨૬૩ લાખ કરોડ રૂપિયા હતું. યુદ્ધના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ આગ લાગી છે. તેની કિંમત હાલમાં પ્રતિ બેરલ ૧૩૦ ડોલરને પાર થઈ ગઈ છે, જે ૨૦૦૮ પછીનું રેકોર્ડ સ્તર છે. ત્યારે તેની કિંમત પ્રતિ બેરલ ૧૪૦ ડોલરને પાર કરી ગઈ હતી. ધાતુઓ અને ખનિજાેની કિંમત વધવાને કારણે કાર, ઈલેક્ટ્રિક ઉપકરણો, તમામ વસ્તુઓ મોંઘી થઈ જશે. જ્યારે, ખાદ્ય તેલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. એલ્યુમિનિયમ ૩,૯૩૫ ડોલર પ્રતિ ટનના રેકોર્ડ ભાવે પહોંચી ગયું છે, કોલસો ૧૮ મહિનાની ટોચે છે, સોનું પણ ૨,૦૦૦ ડોલર પ્રતિ ઔંસને પાર કરી રહ્યું છે. ડોલર સામે રૂપિયો પણ રેકોર્ડ નીચલા સ્તરે છે. હવે તમે સમજી જ ગયા હશો કે યુદ્ધ ભલે કોઈપણ ભાગમાં અથવા કોઈ બે દેશો વચ્ચે કેમ ન હોય, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વ પર સમાન હોય છે અને તે બધાને નુકસાન પહોંચાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *