Delhi

યુપીના રાયપુર ગામના બાળકના આધારકાર્ડમાં છબરડો જાેતા અધિકારીઓ પણ ચોંક્યા

નવીદિલ્હી
ઉત્તર પ્રદેશના બદાયુંમાં એક શાળાએ બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો. કારણ કે બાળકના આધાર કાર્ડમાં નામની જગ્યાએ ‘મધુનું પાંચમું બાળક’ લખેલું હતું. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. એવું કહેવામાં આવ્યું હતું કે, આધાર કાર્ડમાં આધાર નંબર પણ નથી. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બિલસી તહસીલના રાયપુર ગામનો દિનેશ તેની પુત્રી આરતીને શાળામાં દાખલ કરાવવા પ્રાથમિક શાળામાં પહોંચ્યો. શિક્ષકે તેને શાળામાં દાખલ કરવાની ના પાડી દીધી. શિક્ષકે દિનેશને આધાર કાર્ડ સુધારવાનું કહ્યું. શિક્ષકે વિદ્યાર્થિની ‘આરતી’ના પિતા દિનેશને કહ્યું કે, આધાર કાર્ડમાં સુધારો કરાવ્યા બાદ જ બાળકને પ્રવેશ આપશે. ‘મધુનું પાંચમું બાળક’ લખેલું આધાર કાર્ડ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં, બિલસી તહસીલના રાયપુર ગામના રહેવાસી દિનેશને ૫ બાળકો છે. તેમના ત્રણ બાળકો ગામની જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. જ્યારે દિનેશ તેની દીકરી આરતીના એડમિશન માટે સ્કૂલે પહોંચ્યો ત્યારે ત્યાં હાજર શિક્ષકે નામાંકનની તમામ ઔપચારિકતાઓ પૂરી કરીને બાળકીનું આધાર કાર્ડ જાેઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બાળકીનું નામ આરતી છે. પરંતુ બેદરકારીના કારણે આધાર કાર્ડમાં આરતીના નામની જગ્યાએ ‘મધુનું પાંચમું બાળક’ લખવામાં આવ્યું છે. આ સાથે આધાર કાર્ડ પર આધાર નંબર પણ લખવામાં આવ્યો નથી. શિક્ષકે આરતીના પિતા દિનેશને આધાર કાર્ડમાં નામ સુધારણા કરાવ્યા બાદ જ પ્રવેશ લેવા જણાવ્યું છે. અન્ય લોકોને પણ અપીલ કરી હતી કે આવી ભૂલોને અવગણશો નહીં, સમયસર સુધારો કરાવો. ઉલ્લેખનીય છે કે મધુ દિનેશની પત્ની છે, જેને ૫ બાળકો છે. જ્યારે આ મામલો બદાયુંના ડીએમ સુધી પહોંચ્યો ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દીપા રંજને કહ્યું, “બેંક અને પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. ઘોર બેદરકારીના કારણે આ ભૂલ થઈ છે. બેંક અને પોસ્ટ ઓફિસના અધિકારીઓને એલર્ટ કરવામાં આવશે અને આવી બેદરકારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળક પાંચ વર્ષનું થાય પછી જ તેની આંગળીઓ બાયોમેટ્રિક મશીન પર મુકાવવામાં છે. તેથી, બાળકની ઉંમર પાંચ વર્ષની થાય પછી, તેને લઈ જાઓ અને બાયોમેટ્રિક અપડેટ કરાવો. તેમાં બાળકનો ફોટો પણ લેવામાં આવશે અને ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *