નવીદિલ્હી
કહેવાય છે કે લોકોના તેમના કર્મનું ફળ આ જન્મમાં કોઈને કોઈ રુપમાં મળી જ જાય છે. કોઈને જલ્દી મળી જાય છે, તો કોઈ લેટ મળે છે. પણ મળે છે જરુર. તો વળી અમુક લોકોને તેમના ખરાબ કર્મોનું ફળ તુરંત મળી જતું હોય છે. સોશિયલ મીડિયા તેની સાથે જાેડાયેલ એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ રોડ પર એક મહિલા સાથે મારપીટ કરતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો જાેઈને કોઈને પણ ગુસ્સો આવી જાય છે. વીડિયોમાં આપ જાેઈ શકશો કે, શખ્સ કેવી રીતે મહિલાને જમીન પર પાડીને મારી રહ્યો છે. પણ બીજી જ ક્ષણે મામલો પલ્ટી જાય છે. જ્યારે ત્યાં કારથી અમુક લોકો આ શખ્સને મારવા માટે દોડે છે. જાે કે, આ શખ્સ બચવા માટે ભાગવાની કોશિશ કરે છે. પણ કારમાંથી ઉતરેલા લોકો તેને પકડીને બરાબરના ફટકારે છે. આની સાથે જ માર ખાઈ રહેલી મહિલાએ પણ આવીને પોતાનો બદલો લઈ લે છે. તે પણ આ શખ્સને મારી પોતાનો સાફ કરી લે છે. બધા મળીને આ શખ્સને એટલો મારે છે કે, એ અઘમુઓ થઈ જાય છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ કહી રહ્યા છે, સારુ થયું. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર જ્રૈંહજંટ્ઠહંિીખ્તિીંીજ નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. ફક્ત ૪૭ સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં ૧ લાખ ૬૯ હજારથી વધારે વખત જાેવાયો છે, જ્યારે ૭ હજારથી વધારે લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.


