Delhi

વડાપ્રધાન ગુરુવારે સાંજે ૪ વાગ્યે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

ન્યુદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે ૪ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિ અને પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા શનિવારે પીએમ મોદીએ કોરોનાને લઈને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૬૮ લાખ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૨૭૭ લોકોના મોત થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૮ લાખથી વધુ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઁસ્ મોદીએ કોરોના અંગે ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. ભારતમાં સૌથી વધુ સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોચ પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૩૩,૪૭૦ કેસ નોંધાયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં ૧૯,૨૮૬, દિલ્હીમાં ૧૯,૧૬૬, તમિલનાડુમાં ૧૩,૯૯૦, કર્ણાટકમાં ૧૧,૬૯૮ કેસ નોંધાયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોનાના વધતા કેસ મામલે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી, ગૃહ સચિવ, કેબિનેટ સચિવ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમીક્રોન વેરિયન્ટને કારણે હાલમાં વધી રહેલાં કોવિડ કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યા હતા.ઘણા મોટા નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, બિહારના સીએમ નીતિશ કુમાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *